
રાજસ્થાનની રાજધાની જયપુરના માનસરોવરમાં આવેલી નીરજા મોદી સ્કુલમાં શનિવારે બપોરે એક મોટી દુર્ઘટના બની હતી. અહીં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કુદી પડી હતી. જેમાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. 9 વર્ષની આ મૃતક વિદ્યાર્થીનીનું નામ અમાયરા છે. ઘટના બાદ સ્કુલના સ્ટાફે લોહીના ડાઘ મિટાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ મામલે વધુ સવાલો ઉભા થયા છે. પરંતુ આ મામલે મહત્ત્વની વાત એ છે કે, આખરે આટલી નાની ઉંમરની બાળકીને આત્મહત્યા જેવું પગલું ઉઠાવવાની શું જરુર પડી..
ચોથા માળેથી નીચે છલાંગ મારવાની આ ઘટના બપોરે આશરે 2 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે બાળકીએ ચોથા માળેથી છલાંગ મારી તો દિવાલ સાથે અથડાઈને ઝાડીઓમાં પડી હતી. બાળકીની ચીસો સાંભળીને સ્કુલનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લોહીલુહાણ બાળકીએ મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ ત્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એ પછી સ્કુલના વહીવટીતંત્ર દ્વારા બાળકીના પરિવારજનોને ઘટનાની માહિતી આપી હતી.
જે જગ્યાએ આ ઘટના બની હતી, એ સ્થળે સ્કુલના પ્રશાસને સાફ કરી દીધો હતો. આ પ્રકારનું કૃત્ય કરવું કાયદાકીય રીતે ગુનો બને છે. સ્કુલના પ્રશાસને પુરાવાનો નાશ કરવાથી મામલો વધુ ગંભીર બન્યો છે. દુર્ઘટના બાદ સ્કુલ પ્રશાસને પુરાવા ભૂંસી નાખવાનો પ્રયાસ કેમ કર્યો તે અંગે સવાલો ઉભા થઈ રહ્યા છે. ઘટના બાદ માનસરોવર પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.
મતૃક અમાયરા તેના માતાપિતાની એકમાત્ર સંતાન હતી. અકસ્માત પછી તેની માતા, શિબાની દેવ, અને પિતા, વિજય દેવ, દુઃખી હતા. હોસ્પિટલમાં માતા સતત તેની પુત્રીને તેના ખોળામાં લેવા માટે વિનંતી કરતી હતી. અમાયરાનો પરિવાર મૂળ સીકર જિલ્લાના ગોહાનાનો છે. તેના પિતા, વિજય સિંહ, LIC અધિકારી છે, જ્યારે તેની માતા શિવાની, બેંક ઓફ બરોડાની માલવિયા નગર શાખાના મુખ્ય મેનેજર છે. પરિવાર પહેલા મુરલીપુરા સ્કીમમાં રહેતો હતો અને તાજેતરમાં માનસરોવરના દ્વારકા એપાર્ટમેન્ટ્સમાં ભાડાના ફ્લેટમાં રહેવા ગયો હતો.
બાળકીના પિતાએ માનસરોવર પોલીસ સ્ટેશનમાં નીરજા મોદી સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધાવી છે. પિતાએ આરોપ લગાવ્યો છે કે તેની પુત્રી ખુશીથી સ્કુલમાં જતી હતી અને સંપૂર્ણ સ્વસ્થ હતી. સ્કુલના વહીવટની બેદરકારીને કારણે તેનું મૃત્યુ થયું. તેમણે શાળા મેનેજમેન્ટ પર છોકરી પર ત્રાસ આપવાનો પણ આરોપ લગાવ્યો.
અમાયરા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને તેનો ક્લાસ રુમ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તે ચોથા માળે સીડી ચઢતી જોવા મળે છે, કારણ કે સમગ્ર સ્કુલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા લગાવેલા છે. પોલીસનું કહેવું છે કે, ચોથા માળે પહોંચ્યા પછી અમાયરા એક ક્ષણ માટે રેલિંગ પર બેસે છે અને પછી થોડીવાર પછી નીચે કૂદી પડે છે. પોલીસે સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. તપાસ માટે FSL ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.