
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના પ્રેરણાસ્ત્રોત અને સ્વતંત્રતા સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરનાં રોજ ડેડિયાપાડા ખાતે હાજર રહેશે.
સરકારી આયોજન અનુસાર વડાપ્રધાન મોદી આ દિવસે સવારે સુરત પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે ડેડિયાપાડા જશે. અહીં વડાપ્રધાનના હસ્તે બિરસા મુંડાની જન્મજયંતી ઉજવણીનું અધિકૃત લોન્ચિંગ કરવામાં આવશે.
ગુજરાત સરકારે અગાઉ ડેડિયાપાડામાં બિરસા મુંડાની પ્રતિમા સ્થાપિત કરી હતી. એ જ સ્થળેથી જન્મજયંતી ઉજવણીની શરૂઆત થવાની છે. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ તેમજ આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન મોદીની આ ઝડપી મુલાકાતને લઈને સુરક્ષા અને તૈયારીની કામગીરી તંત્ર દ્વારા તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે.