Satya Tv News

કરજણ : વડોદરા ગ્રામ્ય જિલ્લાના કરજણ પોલીસે “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેન્કર ગાડીઓમાંથી ડીઝલ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોજે સૂરવાડા ગામની સીમમાંથી પસાર થતાં હાઈવે પર ડીઝલ ચોરીના ગુનાની જાણ થતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે. ભરવાડે તાત્કાલિક તાબાના તમામ અધિકારીઓને સૂચના આપી હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, રિસોર્સ નેટવર્ક અને CCTV ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન સરસવણી ગામની સીમમાં એક્સપ્રેસ હાઈવેની કટ પાસે નંબર વિના ચાલતી સ્વિફ્ટ કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી. તપાસ કરતાં કારમાંથી ડીઝલ ભરેલા તેમજ ખાલી પ્લાસ્ટિક પાઇપો મળી આવ્યા હતા.

પૂછપરછ દરમ્યાન સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે ચાર શખ્સોને ઝડપીને ગુનાની વધુ તપાસ શરૂ કરી છે.
કરજણ પોલીસે સમગ્ર બનાવ સંદર્ભે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

error: