Satya Tv News

બાઈક સવાર પુત્ર ઘટના સ્થળે જ મોત થયું જયારે માતા ને ગંભીર ઈજાગ્રસ્ત પહોંચી હતી.

માર્ગ પર ઊભેલી ટ્રકમાં પાછળથી બાઈક ભટકાતા હતી..

પાનોલી પોલીસ સ્થળ પર દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડી હતી

https://www.instagram.com/reel/DQtGMwdiD-F/?igsh=MXE2Ym4yNjc4cWV4eA==

અંકલેશ્વરના પાનોલી નજીક ખરોડ બ્રીજ વિસ્તારમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો, જ્યાં માર્ગ પર ઉભેલી હાઇવા ટ્રક માં પાછળથી એક બાઈક ભટકાતા અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે, બાઈક પર સવાર યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પર સવાર યુવાનની માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકો ઇજાગ્રસ્ત મહિલા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી હતી. તો બીજી તરફ, બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકની ઓળખ રાજપારડી ગામના પટેલ ફળિયામાં રહેતા યશ દિનેશભાઈ પટેલ તરીકે થઈ છે, જ્યારે આકસ્મિક ઘટનામા આશાસ્પદ યુવકનું મોત નિપજતા રાજપારડી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે

error: