
સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે, જોધપુર કોર્ટે આસારામને 06 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હક્ક છે.જો 06 મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે
કોર્ટે કહ્યું આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ તેમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. સરકાર પક્ષે રજૂઆત કરી કે, જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો.
જ્યારે પીડિતાના વકીલ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં આસારામ અમદાવાદ, જોધપુર, ઇન્દોર વગેરે જગ્યાએ ફર્યો, કોઈ હોસ્પિટલના લાંબો સમય સારવાર લીધી નથી. સારવાર મળતી હોય તો જામીનની ક્યાં જરૂર છે. આરોગ્યમ મેડિકલ સેન્ટર જોધપુરમાં ડોકટરોની દેખરેખ હેઠળ સારવાર ચાલુ છે.હંગામી જામીન આપવાની જરૂર નથી.