વાલિયાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપનીમાં વિદેશથી આયાત કરેલ રો-મટિરિયલ્સ ટ્રાન્સપોર્ટર,સબ-ટ્રાન્સપોર્ટરો અને સહભાગી સહિત દ્રાઈવરોએ 8.25 કરોડનું કેમિકલ સગેવગે કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
વાલિયા તાલુકાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે સતત બીજીવાર છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે.ઇન્ડોનેશિયા, મલેશિયા, લેટિન,અમેરિકા અને થાઈલેન્ડમાંથી આયાત કરવામાં આવતા રો-મટિરિયલ્સ જેવા કે લોરીલ,આલ્કોહોલ,લોરલ આલ્કોહોલ, લોરીલ મિટીસ્ટિક, આલ્કોહોલ, લોરીલ આલ્કોહોલ ઇથોકિસલેટ,લોરીલ ડાઈમીથાઇલ એમાઇન,ક્રૂડ ગ્લિશરીન અને કોકો ડાઈ ઈથેનોલ જેનો ઉપયોગ સરફેક્ટન્સ અને સ્પેશિયાલીટીઝના ઉત્પાદન કરી કાચો અને પાકો માલ વિદેશથી આયાત કરવામાં આવે છે.જે તમામ મટિરિયલ્સ નવી મુંબઈના નહવા શેવા પોર્ટથી કંપનીએ નક્કી કરેલ ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે.ત્યારે 1લી એપ્રિલથી 3જી નવેમ્બર સુધીમાં લિંક લોજીસ્ટિકસ મુંબઇ,ટ્રાન્સલીક મુંબઇ,સોનું કાર્ગો મુંબઇ અને તાઝ ટ્રાન્સપોર્ટ મુંબઈ,સબ ટ્રાન્સપોર્ટના દ્રાઈવરો તેમજ સહભાગીદારોની મિલીભગતથી કંપનીમાં કેમિકલ્સનું પરિવહન કરતા વાહનોમાંથી રસ્તામાં ટ્રાન્સપોર્ટરો અને દ્રાઈવરો તેમજ સહભાગીદારોએ 458.87 મેટ્રિક ટન રો-મટિરિયલ્સ સગેવગે કરી કંપની સાથે 8.25 કરોડની છેતરપીંડી કરતા કંપનીના યુનિટ હેડ આસીસ્ટન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સુબિશ સુરેન્દ્રન નાયરે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.