Satya Tv News

હવે મોબાઇલ વપરાશ કરતા પહેલા વિચારવાની જરૂર પડશે, કારણ કે દેશની ત્રણ મોટી ટેલિકોમ કંપનીઓ – જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા – રિચાર્જના દરોમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. આ ભાવ વધારો થવાથી મોબાઇલ અને ઈન્ટરનેટ સેવાઓનો ખર્ચ સામાન્ય વપરાશકર્તાઓના ખિસ્સા પર સીધી અસર કરશે.સૂત્રોના અનુસાર, ડિસેમ્બર 2025 થી ભાવ વધારો લાગુ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં ₹199 નો પ્લાન ₹222 સુધી પહોંચી શકે છે, જ્યારે 28 દિવસનો ₹299 (2GB/દિવસ) પ્લાન ₹349 સુધી વધી શકે છે. એ જ રીતે, 84 દિવસના ₹330-₹345ના પ્લાનની કિંમત ₹949 થી ₹999 વચ્ચે પહોંચી શકે છે. આ વધારાથી લાંબા ગાળાના પ્લાન પસંદ કરનાર વપરાશકર્તાઓને વધુ ખર્ચ સહન કરવો પડશેનિષ્ણાતોનું માનવું છે કે ડિસેમ્બર 2025 થી જૂન 2026 વચ્ચે રિચાર્જ દરોમાં 10 થી 15 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જિયો તેના IPO પહેલા આશરે 15 ટકા વધારો કરી શકે છે, જ્યારે એરટેલ અને વોડાફોન આઈડિયા 10 ટકા સુધી વધારો લાવી શકે છે.હાલમાં BSNL આ ભાવ વધારાથી દૂર રહી રહ્યું છે, એટલે કે જો તમે ઓછા ખર્ચે સેવા શોધી રહ્યા હો, તો BSNLના વિકલ્પો પણ વિચારવા યોગ્ય છે.

error: