વાગરા તાલુકાના ઓચ્છણ ગામે પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે જમવાની બાબતે થયેલા ઝઘડામાં એકે બીજા મિત્રની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હતી.
મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ સુધુ ચંદ્રવંશી ગુમ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસમાં ખુલ્યું કે સૂરજ શાહલાલ મર્સકોકેએ જમવાની બાબતે થયેલા ઝઘડાની રીસ રાખી શિવરામનું ગળું દબાવી મોત નીપજાવ્યું અને લાશ તળાવમાં નાંખી દીધી.
પોલીસે આરોપી સૂરજને ઝડપી હત્યા કબૂલ કરાવતા ગુનો નોંધ્યો છે.