
ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના આંબોલી ગામે કાંતિ ટેકરા ખાતે કપાસના ખેતરની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે. જેના આધારે પોલીસે દરોડા સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ રૂપિયા 15 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.અને જુગારી રવિ રમેશભાઇ વસાવા,સંજય વેચાણભાઈ વસાવા,અક્ષય મહેશભાઈ વસાવા અને અલ્પેશ ગોકુળભાઈ વસાવા તેમજ અલ્પેશ કીકાભાઈ ઓડને ઝડપી પાડ્યો હતો.