Satya Tv News

ડુમખલ ગ્રામ પંચાયતની મુલાકાત લઈને સરપંચ તેમજ પંચાયત સભ્યો સાથે બેઠક યોજી

ડુમખલ માધ્યમિક શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો

ભારત સરકારના IPS, IIS અને IFS સહિતના વર્તમાન બેચના ટ્રેઇની અધિકારીઓએ મંગળવારે દેડિયાપાડા તાલુકાના બહુલ આદિવાસી ગામ ડુમખલની મુલાકાત લીધી હતી. ટ્રેઇની અધિકારીઓએ સૌપ્રથમ ડુમખલ ગ્રામ પંચાયતની મુલાકાત લઈને સરપંચ તેમજ પંચાયત સભ્યો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગામના વિકાસ કાર્યો, મહિલા સશક્તિકરણ, સ્વચ્છતા અભિયાન, વીજળી-પીવાનું પાણી અને આદિવાસી સમુદાયના ઉત્થાન માટે ચાલતી વિવિધ સરકારી યોજનાઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામજનોએ પણ અધિકારીઓ સમક્ષ ગામમાં થયેલા કામો અને મંતવ્યો-પ્રતિભાવો મુક્યા હતા. ત્યારબાદ અધિકારીઓએ ડુમખલ માધ્યમિક શાળાની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો, શિક્ષકો સાથે શૈક્ષણિક પરિસ્થિતિ અને પડકારોની ચર્ચા કરી તેમજ શાળાના વર્ગખંડો, પ્રયોગશાળા, લાઇબ્રેરી અને રમતગમતના મેદાનની મુલાકાત લીધી હતી.

*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*

error: