

કુલ ૮૧૬ મતદારોએ બે દિવસ દરમિયાન ખાસ કેમ્પનો લાભ મેળવ્યો
તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાત તારીખ મુજબ મતદારયાદી તૈયાર કરવા માટેના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન (SIR) કાર્યક્રમ અંતર્ગત ૧૪૯-દેડિયાપાડા વિધાનસભા મતવિભાગના દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીસુશ્રી જુઇ પાંડેના માર્ગદર્શન હેઠળ તેમજ બંને તાલુકાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીના સુપરવિઝન હેઠળ તા. ૨૯ અને ૩૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ખાસ મતદાર કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પો બંને તાલુકાઓમાં કુલ ૧૪ ટેબલોની ગોઠવણ કરવામાં આવી હતી, જેમાંથી ૪ ટેબલો ખાસ સર્ચ ફેસિલિટીની કામગીરી માટે ફાળવવામાં આવ્યા હતા. તા. ૨૯/૧૧/૨૦૨૫ના રોજ યોજાયેલા દિવસ દરમિયાન દેડિયાપાડા તાલુકામાં કુલ ૨૦૩ અને સાગબારા તાલુકામાં કુલ ૪૩ મતદારોએ સર્ચ ફેસિલિટીને ઉપયોગમાં લઈ પોતાના એન્યુમરેશન ફોર્મની વિગતો ભરવામાં મદદ મેળવી હતી. વિશેષ કેમ્પના તા. ૩૦/૧૧/૨૦૨૫ના બીજા દિવસે દેડિયાપાડા તાલુકામાં કુલ ૨૫૭ તથા સાગબારા તાલુકામાં કુલ ૩૧૩ મતદારોએ સર્ચ ફેસિલિટી દ્વારા પ્રક્રિયા પૂર્ણ કરી હતી. કેમ્પોની મુલાકાતે આવેલ મતદારોને ફરજ પરના કર્મચારીઓ દ્વારા SIR ૨૦૨૬ અંતર્ગત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા અંગે અવગત કરાવવામાં આવ્યા હતા.
*રિપોર્ટર: સર્જન વસાવા દેડીયાપાડા*