**જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં*



*હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદનીએ રાષ્ટ્રીય યુનિટી માર્ચને ઉષ્માભેર આવકાર આપ્યો*
અખંડ ભારતના શિલ્પી તથા ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ તથા ત્રિપુરાના મુખ્યમંત્રી શ્રી માનિક સાહા દ્વારા ૨૬મી નવેમ્બરે સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદથી ફ્લેગ-ઓફ કરાવેલી ભવ્ય ‘સરદાર@૧૫૦ – રાષ્ટ્રીય યુનિટી માર્ચ’ આજરોજ નર્મદા જિલ્લામાં પ્રવેશી હતી.પોઈચામાં રાષ્ટ્રીય પદયાત્રાનું હાથોમાં તિરંગા, ચહેરાઓ પર હર્ષભેર સ્મિત સાથે પ્રચંડ જનમેદની, રંગબેરંગી ફૂલોની વર્ષા, દેશભક્તિના ગીતો, ઢોલ-નગારાંની ધ્વનિ, તીર-કામઠા સાથે પરંપરાગત વેશભૂષામાં આદિવાસી સંસ્કૃતિને પ્રતિબિબિંત કરતા લોકનૃત્યોના પ્રસ્તુતી વચ્ચે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો લઈને આગળ વધી રહેલી ભવ્ય ‘રાષ્ટ્રીય યુનિટી માર્ચ’નું પોઈચા ખાતે ઐતિહાસિક અને ઉષ્માસભર ભવ્ય સ્વાગત કરાયું હતું. આ રાષ્ટ્રીય યુનિટી માર્ચનું નર્મદા નદી પર પોઇચા ગામ પાસે ડભોઇ-સેગવા-રાજપીપળા રોડ પર આવેલા રંગ સેતુ પૂલ પરથી પસાર થઈને પોઇચા ખાતે આગમન થતાં સાંસદ સર્વશ્રી મનસુખભાઇ વસાવા અને જશુભાઈ રાઠવા, જિલ્લાના અગ્રણીશ્રી નીલભાઈ રાવ અને વિક્રમભાઈ તડવી સહિત જનપ્રતિનિધિઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર. વી. વાળા અધિકારીઓ, સ્થાનિક રહીશો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાં હતા. નોંધનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ભવ્ય રીતે ઉજવાઈ રહી છે, ત્યારે સરદારની જન્મભૂમિ કરમસદથી પ્રારંભયેલી આ પદયાત્રા તથા પદયાત્રીકોનું પ્રચંડ જનમેદનીએ ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરીને દેશની એકતા અને અખંડિતતાનો પ્રેરક સંદેશ પાઠવ્યો હતો. આ પદયાત્રા આવતીકાલે ૪ ડિસેમ્બર, ૨૦૨૫ સવારે ૮:૩૦ કલાકે પોઈચાથી પ્રસ્થાન કરી નરખડી, જેસલપોર, બીડ, રસેલા, ભદામ થઈને તબક્કા વાર આગળ વધશે. પ્રચંડ જનમેદનીના અદમ્ય ઉત્સાહ અને જય સરદારના ગગનભેદી ગુંજારવ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે તા. ૦૬ ડિસેમ્બરે પહોંચશે.આ તકે, આસપાસના ગામોના સરપંચો, આગેવાનો, શાળાના વિદ્યાર્થીઓ તથા સ્થાનિક નાગરિકો દ્વારા રાષ્ટ્રીય પદયાત્રાનું અત્યંત ભવ્ય અને ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
*રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા*