
સરદાર સાહેબની ૧૫૦ મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લામાં પધારેલી ‘રાષ્ટ્રીય એકતા માર્ચ’ માં સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સાથેનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
સ્ટેચ્યુ ઑફ યુનિટીની પ્રતિકૃતિ તથા લોખંડના પુરુષના જીવનના વિવિધ પ્રસંગોને દર્શાવતા જીવંત દ્રશ્યોથી સજ્જ આ ટેબ્લોએ પદયાત્રામાં સહભાગી થયેલા હજારોની સંખ્યામાં પદયાત્રીઓમાં પ્રેરણાનું સંચાર કર્યું હતું. પદયાત્રીઓ ટેબ્લા સામે ઉભા રહીને સેલ્ફી અને ફોટા પડાવતા જોવા મળ્યા હતા.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા