Satya Tv News

ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે?

નર્મદા જિલ્લાના અનેક ગ્રામ્ય પંથકોમાં ચેકડેમ ના કામમાં ભારે ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે જેથી વરસાદી પાણીથી ચેકડેમ ભરાતાની સાથે ટુટી ગયા છે અને સરકાર દ્વારા વરસાદી પાણી ને રોકવાની યોજના ફેઈલ થઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ડેડીયાપાડા તાલુકાના અનેક ગામોમાં ચેકડેમની આ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે ડેડીયાપાડા તાલુકાના મુલ્કાપાડા ગામે પહોચી મીડિયા ની ટિમ મુલ્કાપાડા ગામે ચેકડેમની હાલત કફોડી હાલતમાં જોવા મળી હતી અને ખેડૂતોએ ભ્રષ્ટાચાર ના આક્ષેપો પણ કર્યા હતા,

મુલ્કાપાડા ગામે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી બાંયદરી યોજના અંતર્ગત મુલ્કાપાડા મેઈન કોતરમાં વર્ષ.૨૦૨૧/૨૨ માં અંદાજિત રકમ રૂ.૨૦,૩૨,૨૮૩ નાં ખર્ચે ચેકડેમ બનાવવામાં આવેલ જે બે થી ત્રણ વર્ષમાંજ તૂટી જવા પામ્યો છે અને ભ્રષ્ટાચાર સામે આવ્યો છે
આ મેઈન કોતર માં બનાવવામાં આવેલ ચેકડેમ ની એવી દુર્દશા છે કે ચેકડેમ ની સાઈડ માં આવેલી દીવાલ ધરસાઈ થઈ ગઈ છે,
અને આ ચેકડેમમાં ભારે ભ્રષ્ટાચાર થયો હોવાની ગ્રામજનોએ આશંકાઓ વ્યક્ત કરી છે,જે બાબતે મીડિયા દ્વારા તલાટી કમ મંત્રી શ્રી વંસંતભાઈ વસાવા પાસે માહિતી માંગતા તલાટી કમ મંત્રી શ્રી દ્વારા માહિતી આપવામાં આવી નોહતી, આ ચેકડેમ ના ખર્ચ બાબતે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર સામે આવે તેમ છે?

રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા

error: