

ગુજરાત રાજ્યની બોર્ડર ગણાતી ધનસેરા ચેકપોસ્ટ પર પોલીસ બ્રેથ એનેલાઈઝરથી નસેબાજોને ચેક કરી રહી છે;
નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો છે ત્યારે હાલ 31 ડિસેમ્બરની ઉજવણી માટે મહારાષ્ટ્રથી દારૂ કે અન્ય કેફી પદાર્થ જિલ્લામાં ના ઘૂસે તે માટે નર્મદા જિલ્લા એસપી મહેન્દ્ર બગડિયાની સૂચનાથી સાગબારાની ધનસેરા ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ માંથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે સ્થાનિક પીએઆઈ અને પીઆઇ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે સાથે માદક પદાર્થ મહારાષ્ટ્ર માંથી અને નર્મદા ડેમ વિસ્તારના પાછળના ભાગે થઈ બિનઅધિકૃત રીતે આંતરરાજ્યમા હેરાફેરી કરી ગુજરાત રાજયમા ન ઘુસી શકે એ માટે સાગબારાના ઘનશેરા ચેક પોસ્ટ ઉપર પોલીસે નાકાબંધી અને વાહન ચેકીંગ હાથ ધર્યું છે, તો ખાસ કેટલાક યુવાનો મહારાષ્ટ્ર માથી દારૂનો નશો કરીને આવે છે તેમાના પર પણ તવાઇ બોલાવી ને બ્રેથ એનેલાઇઝરથી પણ ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે.
આ બાબતે પોલીસ માંથી જાણવા મળ્યા મુજબ નર્મદા એસપી અને ડીવાયએસપીની સૂચનાથી હાલ ધનસેરા ચેક પોસ્ટ પર ચેકીંગ કરી રહ્યા છે. ખાસ કરીને હાલ 31 મી ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીના ભાગ રૂપે પર પ્રાંતીય નશીલો પદાર્થ ના ઘુસાડે એ માટે આ ચેકીંગ કરી રહ્યા છે. અને દરેક ગાડીનું ચેકીંગ કરવામાં આવે છે. સાથે નસેબાજોને ઝડપવા બ્રેથ એનેલાઈઝર નો ઉપયોગ કરી જો શંકાસ્પદ જણાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર: સર્જન વસાવા, ડેડિયાપાડા