





નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા નજીક આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના જુના મકાનમાંથી જાનવરના નખ અને ચામડા મળી આવ્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં જાનવરના અવશેષો મળી આવ્યા હોય એવો પહેલી વખત આ કિસ્સો બન્યો હોય તેમ લાગે છે .
મંદીરના ટ્રસ્ટી દ્વારા વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી કે મંદિરના જુના મકાનમાં શંકાસ્પદ વસ્તુઓ પડી છે, જેની જાણ થતા જ રાજપીપલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશભાઈ સોની વન વિભાગના સ્ટાફ સાથે તત્કાલિક ધર્મેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી ત્યારે વન વિભાગના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા. આ તપાસ દરમિયાન 37 જેટલા વાઘના ચામડા તથા 04 જેટલા ચામડા ના ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે. જોકે આ વસ્તુઓ અસલી છે કે કેમ તેની ખાતરી માટે વન વિભાગ દ્વારા સેમ્પલ FSL માં મોકલી આપવામાં આવ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
રિપોર્ટર: સર્જન વસાવા, દેડીયાપાડા