કરજણ તાલુકામાં નર્મદા નદીના કિનારે યાત્રાધામ નારેશ્વર આવેલું છે નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મહરાજના મંદિરે હજરો ભક્તો દર્શન માટે આવતા હોય છે ને ઘણા લોકો ની મનોકામના રંગ અવધૂત મહરાજ પુરી કરતા હોય છે.
નવાવર્ષ ના દિવસે બાપજી ના મંદિરે અન્નકુટ ધરાવવામાં આવીયો હતો. આ અન્નકૂટ ના દર્શન માટે મોટી સંખ્યા માં ભક્તો મંદિર પરિસર માં હાજર રહ્યા હતા. સાથે આરતી નો લ્હાવો પણ લીધો હતો.નારેશ્વર મંદિરના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ મીડિયા સાથે વાત કરતા જણાવ્યુ હતંહ કે જે દેશમાં કોરોના જેવી બીમારી ની મહામારી ચાલી રહી છે. એમાં બાપજી એ કેટલા લોકોને ઉગારીયા છે. ને આ મહામારી થી જલ્દી નિકળી જાય એવી પ્રાર્થના કરી હતી. આવનારૂ વર્ષ સારૂ જાય એવી શુભેચ્છા પણ પાઠવી હતી.આ અન્નકુટ ના કર્યક્રમમાં નારેશ્વર ના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ. વાસન્તિબેન. મંદિરના મહન્ત મધુસુદનભાઈ તેમજ અન્ય ભક્તો હાજર રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ : નિમેષ ચૌહાણ,સત્યા ટીવી,કરજણ