Satya Tv News

જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બેસતા વર્ષ નિમિત્તે સવારે પ્રભાતફેરી અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

જંબુસર બીએપીએસ મંદિર ખાતે પરમપૂજ્ય જ્ઞાાનવીર સ્વામીના માર્ગદર્શન અનુસાર અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો સત્સંગ સભા યોજવામાં આવે છે બીએપીએસ સંસ્થા દ્વારા કુલ ૧૬૨ પ્રકારની અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. દિવાળીના પવિત્ર તહેવારની ઉજવણી અગિયારસથી લાભપાંચમ સુધી કરવામા આવતી હોઇ ભગવાન સ્વામિનારાયણને વિવિધ પ્રકારના વાઘા પહેરાવી મંદિરને રંગોળી તથા રોશનીથી ઝળહળતું કરવામાં આવ્યું હતું વિક્રમ સંવત ૨૦૭૮ ના નવલા નૂતન વર્ષની ઉજવણી કરવામા આવી હોઇ દિવસ દરમ્યાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં સવારે પ્રભાતફેરી ઢોળાવ ફળિયા થી નીકળી શહેરના માર્ગો પર ફરી મંદિર ખાતે પહોંચી હતી.નૂતનવર્ષની ઉજવણીમાં હરિભક્તોએ એકબીજાને જય સ્વામિનારાયણ તેને શુભકામનાઓ પાઠવી બપોરે જંબુસર મત વિસ્તાર ધારાસભ્ય સંજયભાઇ સોલંકી નગર અગ્રણી ભાવેશભાઇ રામી સહિત મહાનુભાવો ના હસ્તે ગોવર્ધન પૂજા જ્ઞાનવીર સ્વામી શાસ્ત્રોક્ત વિધિ કરાવી હતી અને મહાઆરતી કરી અન્નકુટ દર્શન ખુલ્લા મુકાયા હતા.
આ પ્રસંગે બ્રહ્મનીલઈ સ્વામી યજ્ઞ જીવન સ્વામી ઉપસ્થિત રહ્યાં હતાં દર્શન પૂજન નગરના અગ્રણીઓ સહિત સત્સંગી ભાઇ બહેનો એ લાભ લીધો હતો.

વિડીયો જર્નાલિસ્ટ : વિવેક પટેલ, સત્યા ટીવી,જંબુસર

error: