Satya Tv News

રશિયામાં શનિવારે રેકોર્ડ કોરોનાના નવા કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 41,335 કોરોના સંક્રમિતો સામે આવ્યા છે. આ મહામારીની શરૂઆતથી લઈને એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંક છે. છેલ્લા 24 કલાકમાં અહીં 1,188 લોકોના મૃત્યુ થયા હતા.

સંક્રમિતોની આ રેકોર્ડ સંખ્યા રશિયામાં એવા સમયે સામે આવી છે જ્યારે દેશે 30 ઓક્ટોબરથી 7 નવેમ્બર સુધી પેઇડ રજા જાહેર કરી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધતા કોરોના કેસ પર કાબૂ મેળવવા માટે પેઇડ રજા જાહેર કરી છે. તેનો હેતુ એ છે કે મોટાભાગના લોકો ઘરોમાં રહે, જેથી કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રિત કરી શકાય.

રશિયામાં અત્યાર સુધીમાં 80.7 લાખ કોરોનાના કેસ નોંધાઈ ગયા છે. તે દુનિયાના તે દેશોમાં સામેલ છે, જે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. જણાવીએ કે હાલના સમયમાં મોટાભાગના કેસ રાજધાની મોસ્કોમાં સામે આવી રહ્યા છે.

રશિયન ઓથોરિટી પર કોરોના સંક્રમણના આંકડાઓને ઘટાડીને બતાવવાના આરોપ છે. આંકડાકીય એજન્સી રોસસ્ટેટે ઓક્ટોબરમાં અહેવાલ આપ્યો હતો કે સરકારી આંકડાઓની તુલનામાં લગભગ બમણા મોત થયા છે.

રોસસ્ટેટ મુજબ રશિયામાં સપ્ટેમ્બરમાં કોરોનાથી 44,265 લોકોના મોત થયા છે, જ્યારે સરકારી આંકડાની સરખામણી બે ગણા છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે રશિયામાં સપ્ટેમ્બર સુધી 4.50 લાખ લોકોના મોત થયા છે. આ સંખ્યા યુરોપના અન્ય દેશોની સરખામણીએ સૌથી મોટી છે.

રશિયામાં કોવિડ વેક્સિનેશનની ગતિ ધીમી છે. રશિયાએ કોરોના સામે સ્પુટનિક V સહિત ઘણી વેક્સિન વિકસાવી છે. આ હોવા છતાં, અત્યાર સુધીમાં માત્ર ત્રીજા ભાગના લોકોને જ વેક્સિન આપવામાં આવી છે. દેશમાં વેક્સિનેશનની ગતિને ઝડપી બનાવવાની માંગ વધી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સિન દેશના દરેક ભાગમાં પહોંચાડવી જોઈએ.

error: