Satya Tv News

ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી વિશ્વ નોટરી દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.

વિશ્વ્ નોટરી દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નોટરી એસોસિએશન દ્વારા ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ પૂજન ,ગૌ સેવા, ગૌ દર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ગૌ પૂજારી કૌશિકભાઈ જોશીએ ગૌ પૂજા કરાવી હતી.યોજાયેલ ગૌ પૂજા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચ અને અંકલેશ્વરના નોટરીઓ હાજર રહ્યા હતા.

નોટરી એસોસીએશનના પ્રમુખ સુરેશ મહેતા, માનદમંત્રી મહેન્દ્ર કંસારા ,નોટરી મહેન્દ્રસિંહ બોડાણા , પ્રકાશ મોદી ,ચિરાગ પરમાર ,જીગ્નેશ બોમ્બેવાળા,નોટરી પ્રજ્ઞા વ્યાસ, અંકલેશ્વરના નોટરીઓમાં દક્ષાબેન ખત્રી ,ચેતનબેન પરમાર,સહિતના નોટરી હાજર રહ્યા હતા અને નોટરી દિવસની સાત્વિક રીતે ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નોટરી મહેન્દ્ર કંસારાએ કર્યું હતું

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: