Satya Tv News

સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પોતાના ગામ નજીક દિવાળીના દિવસે બાઈક ઉપર આવી અને કુરિયર કંપનીના ટેમ્પા ટેમ્પા ની અંદાજે ૧૫ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જોકે આ મામલે પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટમાં સંડોવાયેલા સાત જેટલા આરોપીઓની ધરપકડ કરી તે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

મૂળ શીરપુર,જિલ્લો ધુલિયા અને હાલ સુરત ના પાંડેસરામાં ચીકુવાડી પાસે આવિર્ભાવ સોસાયટીમાં રહેતો પ્રમોદ ભાગવત પાટીલ કુરિયર કંપનીમાં ડ્રાયવીંગનું કામ કરે છે.જે દિવાળીના દિવસે તેઓ કુરિયર કંપનીમાંથી પીક અપ વેનમાં કડોદરા,જોલવા,વરેલી બજાર,નિયોલ ચેક પોસ્ટ અને સારોલી માર્કેટ વિસ્તારમાં આવેલી ઓફિસોમાંથી 1596 નંગ પાર્સલ લઈને વક્તાણા ગામ વિસ્તારમાં જઈ રહ્યો હતો ત્યારે નહેર પાસે એક બાઇક પર 3 લૂંટારૂ અને બીજી એક મોપેડ પર 3 બુકાનીધારી લૂંટારૂએ આવીને પ્રમોદને આંતર્યો હતો. પ્રમોદે વેન ઉભી રાખતા લૂંટારૂઓએ ચપ્પુ બતાવીને ‘ગાડી હમે દે દો ’, કહી તેને મુઢમાર માર્યો હતો.ત્યાર બાદ વેનમાં પ્રમોદને બેસાડીને જોલવા પાટિયા પાસે ઉતારીને પાર્સલ સહિત 15 લાખનો મુદ્દામાલ લૂંટી નાસી ગયા હતા.
પ્રમોદ પાટીલે સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તાત્કાલિક ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે પોલીસને ગણતરીના દિવસોમાં આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપી સાગર ભાસ્કર પાટીલ,માનસ પ્રેમનાથ કાટે, સ્વરાજ ઇશ્વર પાટીલ,યોગેશ બાબુભાઈ કુકડિયા, નયન જયંતી રાદડિયા, સુધીર સુરેન્દ્ર સોની અને મનીષ રવિન્દ્ર પાટીલની ધરપકડ કરી છે. આ ગુનામાં સંડોવાયેલા સાત જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને આરોપીઓ પાસેથી રૂટમાં ૧૫ લાખનો જે માર્ગે તમામ મુદ્દામાલ કબજે કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તમામ આરોપીઓને જેલ ભેગા કરી દીધા છે.

બાઈટ: જે. કે. પંડ્યા- એ.સી.પી., એફ ડિવિઝન, સુરત

વિડીયો જર્નાલિસ્ટ :અક્ષય વાઢેર, સત્યા ટી.વી, સુરત

error: