સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ થતા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ\નવીદિલ્હીના એક્ઝીક્યુટીવ ચેરમેન યુ.યુ લલીતના નેજા હેઠળ સમગ્ર દેશમાં કાનુની જાગૃત્તિના કાર્યક્રમો યોજાય છે. જેના ભાગરૂપે ભરૂચ તાલુકામાં કાનૂની સેવા સમિતિ દ્વારા લોકમાં કાયદાકીય જાગૃતતા આવે તે માટે જન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેના અનુસંધાને 9મી નવેમ્બરના રોજ લાભ પાંચમના શુભ દિવસે ઓસારા મહાકાળી મંદિર ખાતે તાલુકા કાનૂની શિબિરનું આયોજન કરાયુ હતું.
જેમાં ઓસારા ખાતે મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા આવેલા દર્શનાર્થીઓને કાનૂની સલાહ અને માર્ગદર્શન આપીને પત્રિકાનું વિતરણ કરાયું હતું. આ શિબિરમાં એડવોકેટ તારા પટેલ, રશ્મિપ્રભા વડગામા અને જિગીષા ચૌહાણ (પી.એલ.વી) હાજર રહ્યા હતા. જેમાં મંદિરે આવેલા કાયદો સામાન્ય જન સુધી પહોંચે અને સામાન્ય લોકોમાં કાયદાકીય જાગૃતિ ફેલાય ગરીબ અને પછાત વર્ગના લોકોને કાયદાકીય સમજ અને સરકારના સરકારી લાભો વિષે જાણકારી મેળવે તે અંગે હાજર સભ્યોએ વિસ્તૃત માહિતી આપી હતી.