Satya Tv News

ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ ચાલી રહેલ ડબલ સિઝનમાં વાઇરલ ફિવર અને ડેંગ્યુ, ચીકન ગુનીયાથી બચવા પ્રજાજનોને અપીલ કરી છે.

ભરૂચમાં હાલ મોડી રાત્રે ઠંડીના ચમકારો-દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાય છે અને તેના પગલે વાયરલ ફિવરના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. વાઈરલ ફીવર હવા અને પાણીના માધ્યમથી ફેલાતુ વાઈરલ ઇન્ફેક્શન છે. તેમાંય જ્યારે ડબલ સીઝન એટલે કે બપોરે ઉનાળા જેવી ગરમી, અને રાત્રે શિયાળા જેવી ઠંડી હોય ત્યારે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા નબળી પડે છે, અને વાયરલ ફીવર થવાની શક્યતા વધી જાય છે.

ભરૂચમાં આરોગ્ય શાખા દ્વારા જાન્યુ થી નવેમ્બર સુધીમાં 546 સેમ્પલ લેવાયા છે.જેમાં 81 ડેન્ગ્યુ પોઝિટિવ કેસ નીકળ્યા અને શંકાસ્પદ 70 કેસ નીકળવા પામ્યા છે. ગત અઠવાડીયે ડેંગ્યુના ૨ કેસ પોઝીટીવ મળ્યા છે.જેમાં ભરૂચ શહેરનો 1 કેસ તેમજ આછોદનો 1 કેસ નો સમાવેશ થાય છે. હાલમાં કોરોના કેસ માં સતત ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ વાયરલ ફિવર વધવા પાછળનું મુખ્ય પરિબળ અત્યારનું હવામાન જ છે. વાયરલ ફિવર સિવાય ડેન્ગ્યુ ચિકન ગુનિયાના કેસ સામે આવી રહ્યા છે. માટે પ્રજાજનોને પોતાના ઘરો માં સાવચેતી સાથે સંભાળ રાખવા અપીલ જિલ્લા આરોગ્ય અધિકારી જે.એસ.દુલેરાએ કરી છે.

વિડીયો જર્નાલિસ્ટ : હરેશ પુરોહિત, સત્યા ટીવી,ભરૂચ

error: