સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લા પત્રકાર સંઘ કલ્યાણ નીધી ના લાભાર્થે રામ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત જિલ્લા પત્રકાર સંઘ ના પ્રમુખ જગદીશભાઈ હળપતિ , તુષારભાઈ નાયક અને પત્રકાર મિત્રોના પુરૂષાર્થ થી ‘સૂચિત કલ્યાણ નીધી’ માટે યોજાયેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૧૪ મી રામકથા નું આજે બારડોલી ગોવિંદાશ્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. દિનેશભાઇ સી. દેસાઈના સૌજન્યથી મંગલાચરણ થયું છે.જનતા કેળવણી મંડળના પ્રમુખ પરેશભાઈ દિવેચા ના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.જેમાં કળશધારી બહેનો, વાજા – વાજિંત્રો, મહિલા મંડળ અને બારડોલી પ્રદેશના આગેવાનો જોડાયા હતા. ભા.જ.પ મહિલા અગ્રણી શિલાબેન ચૌહાણ, વર્ષાબેન ભંડારી, નીલમબેન હળપતિ, પન્નાબેન દેસાઈ દ્વારા ભવ્ય પોથીયાત્રા કાઢવા માં આવી હતી.
કથામાં યુવા કથાકાર મુકેશભાઈ ઓઝા , બ્રહ્મસમાજના અગ્રણી કે.સી.દવે , રાજીવભાઈ શાહ (વ્યારા) , નિતિનભાઈ સરકાર (કપુરા ) ઉપસ્થિત રહ્યા હતા.
દેવનારાયણ ગૌ ધામ પરિવાર મોતા ના પૂ.તારાચંદ બાપુ , કિરણભાઈ નાયક , કિશોરસિંહ રાજપુરોહિત દ્વારા પ્રથમ પોથીપૂજન કરવામાં આવ્યું હતું. કથાનું દીપ પ્રાગટય ભિખાભાઈ ઝવેરભાઈ પટેલ ( પ્રમુખ સ્વરાજ આશ્રમ , સુરત જિલ્લા સહકારી સંઘ), માનસિંહભાઈ પટેલ (ચેરમેન , સુમુલ ડેરી), સંદિપ દેસાઈ ( સુરત જિલ્લા સંગઠન પ્રમુખ), નરેશ પટેલ ( ચેરમેન સુરત ડીસ્ટ્રીક કો.ઓ.બેન્ક), ભાવેશ પટેલ (પ્રમુખ સુરત જિલ્લા પંચાયત ), ઈશ્વર પરમાર (માજી. કેબિનેટ મંત્રી ),જયેશ પટેલ ( સુમુલ ડેરી ડિરેકટર), ફાલ્ગુનીબેન દેસાઈ ( બારડોલી નગરપાલિકા પ્રમુખ), ભરતભાઇ સોલંકી ( સુમુલ ડેરી , ડિરેકટર ) ,હસમુખ પટેલ ( ગ્રામ વિકાસ ક્રેડીટ સો.) ના હસ્તે કરવામાં આવ્યું હતું.
કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ જણાવ્યું હતું કે ખમીર ,ખુમારી અને ખાનદાની ના પ્રણેતા વલ્લભભાઈ પટેલ ને ‘સરદાર’ નુ બીરૂદ આપનારી બારડોલીની ભૂમિ છે.
વિડીયો જર્નાલિસ્ટ :વિવેક રાઠોડ, સત્યા ટી.વી, બારડોલી