Satya Tv News

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સંકલન મિટિંગમાં ડેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજમાં ભારે ગેરરીતી આચરાયાની રજૂઆત કરતા મંત્રીએ સ્થળ મલાકાત કરી સેમ્પલ લેવડાવી લેબ્માં મોકલાવ્યા હતા.

ગતરોજ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સંકલન મિટિંગમાં ડેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજમાં ભારે ગેરરીતિ થઈ છે, તે બાબતની જિલ્લા પ્રભારી મંત્રી સમક્ષ રજુઆત થઈ હતી.

તે અંતર્ગત આજ રોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ તાત્કાલિક ધોરણે રૂબરૂ આ વિભાગના અધિકારીઓ સાથે કનબુડી થી મોરજોડી જતા રસ્તાની સ્થળ વિઝીટ લીધી અને આ રસ્તામાં વપરાયેલ માલ મટીરીયલના સેમ્પલ લીધા અને આ સેમ્પલને સરકારની લેબોરેટરીમાં મોકલવામાં આવશેનું જણાવ્યું હતું. જોકે, આ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવશે તો એજન્સી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માત્ર નર્મદા જિલ્લા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવી કોઈ પણ એજન્સી હશે, અને રોડ-રસ્તાના કામોમાં ગડબડ કરી હશે તો કાર્યવાહી કરવા અંગે પણ માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશ મોદીએ જણાવ્યુ હતું.

વિડીયો જર્નાલિસ્ટ: સર્જન વસાવા,સત્યા ટીવી,દેડીયાપાડા

error: