Satya Tv News

ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો

પ્રદેશ સહ પ્રભારી શ્રી સુધીર ગુપ્તા ઉપસ્થિત રહ્યા

આશરે 50કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યોં

વટારીયા ગણેશ સુગરના ડિરેક્ટર સહીત અન્ય 100 જેટલા કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભાજપનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ પ્રદેશ સહપ્રભારી સુઘીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં વટારીયા સુગરના ડિરેક્ટર સહીત અન્ય 100 ઉપરાંત કાર્યકરોએ કેસરિયો ધારણ કરતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાવા પામ્યું હતુ.

YouTube player

ભરુચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રદેશ સહપ્રભારી સુઘીર ગુપ્તાની વિશેષ ઉપસ્થિતિમાં દિપાવલી અને નૂતન વર્ષ પર્વ નિમિત્તે રાજપુત છાત્રાલય હોસ્ટેલ ગ્રાઉન્ડ, ભરૂચ ખાતે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓ સાથે પાર્ટીનો ભવ્ય સ્નેહ મિલન સમારોહમાં યોજવામાં આવ્યો હતૉ.

આ સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત પાર્ટીના તમામ હોદેદારો, મહાનુભાવો તથા કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી કે વિધાનસભાના દરેક બુથ પેજ કમિટીના સભ્ય સુધી ભારત સરકાર તથા રાજય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓની માહિતી તથા સરકારે કરેલ વિવિધ પ્રજાલક્ષી કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા સૌ સાથે મળીને સંકલ્પ કરીએ અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્યમાં ભવ્ય વિજય થાય અને ભાજપાની સરકાર બને તે માટે કાર્ય કરવા અનુરોધ કરવામાં આવ્યો.

આ સ્નેહ મિલન સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય માર્ગ અને મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદી, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા પ્રભારી જનકભાઈ બગદાણા, ગુજરાત વિધાનસભાના નાયબ દંડક દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ઘારાસભ્ય અરૂણસિંહ રણા, અંકલેશ્વરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકા પ્રમુખ અમીતભાઈ ચાવડા, પાર્ટીના તમામ મહાનુભાવો તથા હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મિલન સભારંભ દરમિયાન વાલિયાના મહેન્દ્રસિંહ હરિસિંહ મહિડા, ધર્મેન્દ્ર સિંહ મહિડા રાજેદ્ર સિંહ મહિડા, દેવેન્દ્ર સિંહ મહિડા, જશવંતસિંહ મહિડા કિરણસિંહ મહિડા અને અન્ય 100 ઉપરાંત આગેવાનો ભાજપમાં જોડાતા સૌને આવકાર આપવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: