Satya Tv News

ડેન્ગ્યુની સાથે શરદી, ખાંસી, તાવ, ગળાનું ઇફેક્શનના કેસ પણ વધ્યા

ભરુચ જિલ્લામાં કોરોના મહામારી બાદ ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. જિલ્લામાં છેલ્લા 8 મહિનામાં સરકારી ચોપડે ડેન્ગ્યુના 82 કેસ નોંધાયા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં કોરોના બાદ હવે ડેન્ગ્યૂ દસ્તક દઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ડેન્ગ્યૂના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલો ડેન્ગ્યૂ તાવના કેસથી ઉભરાઈ રહી છે. સરકારી ચોપડે એપ્રિલથી નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના 82 કેસ નોંધાયા હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી જે.એસ. દુલારા જણાવી રહ્યાં છે.ડેન્ગ્યુની સાથે દિવાળીના તહેવારો બાદ બેવડી ઋતુ, ધૂળ-ધુમાડો અને પ્રદુષણને લઈ વાયરલ ઇફેક્શન સાથે શરદી, ખાંસી, તાવ, ગળાનું ઇફેક્શનના કેસ પણ વધ્યા છે.

error: