Satya Tv News

સુરત જિલ્લામાં આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રા અંતર્ગત બિરસા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ યુવા સંગઠનો દ્વારા આદિવાસી હક અધિકાર સાથે વિવિધ મુદ્દાઓ સાથે જનજાગૃતિ માટે યોજવામાં આવેલ આ યાત્રાનું કેવડિયા કોલોનીથી ડોસવાડા સુધી પાંચ દિવસીય યાત્રા આજે સુરત જિલ્લામાં પ્રવેશ કરતા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા તેનું ઉમરકાભેર સ્વાગત સાથે આવકાર મળ્યો હતો.

આદિવાસી એકતા પંચ દ્વારા આદિવાસી મહાનાયક બિરસા મૂંડાની જન્મ જયંતિના દિવસે કેવડિયા કોલોની ડોસવાડા દેવલીમાડી સુધી પાંચ દિવસીય યાત્રા અંતર્ગત બિરસા રથ થકી આદિવાસી સ્વાભિમાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસીઓના હક, અધિકારીને લગતા વિવિધ મુદ્દાઓ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના વિવિધ યુવા સંગઠનો દ્વારા આ યાત્રાનું આયોજન થકી એક જન જાગૃતિ માટેનું યુવા ટીમો દ્વારા જન જાગૃતિ ના સંદેશા સાથે આ યાત્રા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લામાં ફરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ડેવલોપમેન્ટ અંતર્ગત થેયલ આદિવાસીઓનું થતું વિસ્થાપનની સરકાર સામે આક્ષેપ, ડોસવાડા તાપી ખાતે આવનાર મેસર્સ હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ પ્રોજેકટ, નર્મદા-કરજણ-ઉકાઈ જળાશય નું પાણી પ્રથમ અદિવાસી વિસ્તારમાં આપવા સહિત અનેક આદિવાસી હક અધિકારને લાગતા પ્રશ્નોને મુદ્દાઓને ધ્યાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રા અંતર્ગત બીજા દિવસે આ યાત્રાનો પ્રવેશ સુરત જિલ્લામાં થયો હતો. જેમાં સુરત જિલ્લામાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા યાત્રાને આવકાર આપવામાં આવ્યો હતો. જિલ્લાના ઉમરપાડા, માંડવી, વાંકલ, માંગરોળ સહિતના વિસ્તારમાં યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેવડિયા કોલોનીથી ડોસવાડા સુધી કરાયું છે અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં આદિવાસી એકતા મંચના નેજા હેઠળ ઇન્ટરનેશનલ ઈંડિજીનીઅસ ફ્લેગ ટીમ, ઈંડિજીનીઅસ ટ્રાઇબલ ટીમ, ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, જનક્રાંતિ સેના સહિતના સંગઠનોએ આ યાત્રામાં ભાગ લીધો હતો. આ યાત્રામાં આદિવાસી રાઇટ્સ એક્ટિવિસ્ટ રાજ વસાવા, આદિવાસી સમાજના આગેવાન ડૉ પ્રફુલ વસાવા, યુવા આગેવાન જિમ્મી પટેલ, ઉત્તમ વસાવા પ્રમુખ ભીલ ફેડરેશન ઓફ ઈંડિયા સહિતના આગેવાનો આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સત્યા ટીવી કિમ

error: