ભરૂચ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ અચાનક કમોસમી વરસાદ પડ્યો હતો અને શિયાળુ સીઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા
દેશના ઉત્તરીય ભાગમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતના પણ અનેક ભાગમાં ઠંડીનું જોર વધવા લાગ્યું છે. બીજી તરફ, વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ સેવાઇ હતી. બુધવારે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓના વાતાવરણમાં પલટો આવ્યો હતો. જ્યારે ભરૂચમાં બપોરે વરસાદ થતો હતો જયારે શિયાળુ સીઝનને લઇને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા અને આ કમોસમી વરસાદ શિયાળુ પાકને નુકસાન થવાની સંભાવના સેવાઇ હતી
વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ