Satya Tv News

ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમાની માતાના રોલ પ્લે કરનાર 58 વર્ષીય માધવી ગોગટેનું અવસાન થયું છે. થોડાં દિવસ પહેલાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

માધવીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અહીંયા તેમની સ્થિતિ સુધારા પર હતી. જોકે, અચાનક જ તેમની તબિયત બગડી ગઈ હતી અને 21 નવેમ્બરના રોજ બપોરે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. સો.મીડિયામાં ‘અનુપમા’ની સ્ટાર કાસ્ટે માધવીને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

રૂપાલી ગાંગુલીએ કહ્યું, ઘણું બધું વણકહ્યું રહી ગયું
‘અનુપમા’નો રોલ પ્લે કરતી રૂપાલી ગાંગુલીએ સો.મીડિયામાં માધવીની તસવીરો શ2ર કરીને કહ્યું હતું કે ઘણી બધી વાતો વણકહી રહી હતી. સદગતી માધવીજી.

સિરિયલમાં બાનો રોલ પ્લે કરતાં અલ્પા બુચે કહ્યું હતું, ‘માધવીજી, આ સારું નથી કર્યું. એક્ટર ક્યારેય સીન પૂરો થયા પહેલાં એક્ઝિટ લઈ શકે નહીં. અમે ‘અનુપમા’ના સેટ પર તમને ઘણાં જ મિસ કરીશું. તમારી ક્યૂટ સ્માઇલ, સ્વીટ અવાજ, રમજૂ.બધું જ યાદ આવશે.’

સિરિયલમાં ‘અનુપમા’નો ભાઈ તથા માધવી ગોગટેના દીકરાનો રોલ પ્લે કરનાર મેહુલ નિસારે પણ સો.મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

એક્ટ્રેસ નીલુ કોહલીએ કહ્યું હતું, ‘માધવી ગોગટે મારી સારી ફ્રેન્ડ ના.. હું માની જ નથી શકતી કે તું અમને છોડીને જતી રહી. તું બહુ જ યંગ હતી. કોવિડ તો.કાશ જ્યારે તું મારા મેસેજનો જવાબ નહોતી આપતી ત્યારે મારે ફોન કરીને તારી સાથે વાત કરવાની જરૂર હતી. હવે માત્ર અફસોસ રહી ગયો…’

માધવીએ ફિલ્મ તથા ટીવીમાં કામ કર્યું છે. હાલમાં જ સિરિયલ ‘તુઝા મઝા જમતે’થી મરાઠી ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. માધવીએ હિંદી સિરિયલ ‘કોઈ અપના સા’, ‘એસા કભી સોચા ના થા’, ‘કહી તો હોગા’માં કામ કર્યું હતું. મરાઠી ફિલ્મ ‘ઘનચક્કર’માં અશોક સરાફ સાથે કામ કરીને માધવી લોકપ્રિય બન્યા હતા. તેમના લોકપ્રિય નાટકો ‘ભરમાચા ભોપાલા’, ‘ગેલા માવ કુનીકડે’ છે. ઉલ્લેખનીય છે કે ‘અનુપમા’માં માધવી ગોગટે પહેલાં આ રોલ ટીવી એક્ટ્રેસ સવિતા પ્રભુને કરતી હતી.

error: