Satya Tv News

આઝાદીકા અમૃત મહોત્સવ મહોત્સવ અંતર્ગત કોમી એક્તા , કૌમી સૌહાર્દ કાર્યક્રમ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યો . કાર્યક્રમમાં “ કોમી એકતા ” ની વિવિધ થીમ ઉપર વિદ્યાર્થી ભાઇ – બહેનોએ રંગોલી હરિફાઇમાં ભાગ લીધો હતો તેને નિહાળી સૌ મંત્રમુગ્ધ થયા હતા . હરિફાઇમાં પ્રથમ ક્રમે આવનાર રાવલ અવિનાશ ધર્મેન્દ્રભાઇ , દ્વિતીય ક્રમે મલેક ગુલઅફસા મો.ઇમરાન તથા તૃતીય ક્રમે ચૌહાણ નિરાલી દેવેન્દ્રભાઇને પ્રોત્સાહિતકર્તા ટ્રોફી અને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા.સાથે જન શિક્ષણ સંસ્થાન ભરૂચમાં વિવિધ પ્રકારની વ્યવસાયલક્ષી કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરનાર ૮૦ જેટલા ભાઇ – બહેનોને સફળતા બદલનાં પ્રમાણપત્રોનું વિતરણ પણ હાજર મહાનુભાવોને હસ્તે અર્પણ કરી પોતાની રોજગારી શરૂ કરે તેવી અભ્યર્થના સેવી હતી.

આ પ્રસંગે નિયામક ઝયનુલ આબેદીન સૈયદે તાલીમાર્થીઓને સફળ તાલીમ બદલ અભિનંદન પાઠવી તેઓને રોજગારી મેળવવા અથાગ પ્રયત્નો હાથ ધરી સ્વરોજગારી માટે લોન સહાય અન્ય પ્રયત્નો થકી પોતે આગળ વધે આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરે જરૂર પડતા લાઇવલીહૂડ કો.ઓર્ડિનેટર શિતલબેન ભરૂચાનો સંપર્ક કરી પોતાની મુંઝવણ દૂર કરવા જણાવ્યુ હતું, સાથે નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચનાં પ્રતિનિધિ દિવ્યજીતસિંહ ઝાલાએ “ ડેચ ધ રેઇન વોટર ” ઉપર મહત્તવનું વ્યાખ્યાન આપી “ જલ એજ જીવન ” ને સાર્થક કરતું જળ સંચય પ્રવચનથી સૌને જાગૃત કર્યા હતા . આ અંગે એક વર્કશોપનું આયોજન કરવાની પણ ઘોષણા કરી હતી

જન શિક્ષણ સંસ્થા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બોર્ડ મેમ્બર ઇન્દિરાબેન રાજ ,પ્રમુખ સ્થાનેથી જે.એસ.એસ બોર્ડના અધ્યક્ષ એડવોકેટ ફિરદોશબેન મન્સુરી, રિસોર્સ પર્સન અર્પિતાબેન રાણા,ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન હેતલ પટેલે કર્યું હતું

error: