Satya Tv News

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી આવનાર સમય માં યોજાનાર હોય દરેક પક્ષઓ પોતાની કાર્યકરો સાથે ચુંટણી માં પોતાના પક્ષ ને વધુ વધુ બેઠકો પર જીત મળે તેના ભાગ રૂપે બેઠકો અને કાર્યક્રમો થકી લોકોની પોતાના પક્ષ ને મજબુત કરવાના પ્રયાસ કરી રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું

જિલ્લા માં 6 વિધાન સભા ની બેઠકો પર ભાજપ પક્ષ ની જીત સુનિશ્ચિત કરવાના હેતુસર કાર્યકરો અને હોદ્દેદારો સાથે બેઠકો યોજી પક્ષને દરેક વિધાન સભામાં વધુને વધુ વોટ થી જીત મેળવવાના પ્રયાસો કરવા માટે ની મહત્વના સૂચનો કરવામાં આવી રહ્યા છે..આ કારોબારી બેઠકમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભરતસિંહજી પરમાર, પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી,જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા અને તાલુકાના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો, કારોબારી સભ્યઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

વીડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: