Satya Tv News

ભરૂચ નગર પાલિકા દ્વારા યોજાયેલ પ્રથમ મેગા વેકશીનેશન દ્રાઈવમાં 100% વેક્સિનેશન થયું હતું.જેમાં 15 સ્થળોએ વેક્સિન આપવામાં આવી હતી,પુનઃ બીજી વાર 30 તારીખે 30 સ્થળે મેગા વેકસીનેશન દ્રાઈવ યોજાવા જઇ રહી છે.

કોરોના સામે રક્ષણ આપતી રસીનું રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે, જેના ભાગરૂપે કોરોના સામે રક્ષણ આપતી રસીનું 30 સ્થળોએ આયોજન કરવામાં આવ્યું છે જેમને રસીનો બીજો ડોઝ બાકી હોઈ તેમના માટે મેગા વેક્સિનેશન દ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.

વૈશ્વિક મહામારી કોવિડ -૧૯ ના સંક્રમણને રોકવા માટે કોવીડ વેક્સીનેશન માટેના બીજા ડોઝના મેગા વેક્સીનેશન પ્રોગ્રામ અંતર્ગત ભરૂચ શહેરમાં 30 તારીખે 30 સ્થળોએ કેમ્પ યોજવામાં આવ્યો છે જે વ્યક્તિએ રસીનો બીજો ( 2nd ) ડોઝ લીધેલ નથી તે વ્યક્તિઓએ નજીકના વેક્સીનેશન સ્થળે રસીનો બીજો ( 2nd ) ડોઝ લેવા નગર પાલિકા મુખ્ય અધિકારી સંજય સોની દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી હતી.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: