Satya Tv News

ભરૂચ: દિવાળીમાં ટુર અને ટ્રાવેલની હિસ્ટ્રીથી કોરોનાને આમંત્રણ / વૈષ્ણોદેવી ફરવા ગયેલા પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ ખાનગી રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તમામ હોમ આઇસોલેટેડ કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા આરોગ્ય વિભાગે કોવિડ ગાઈડલાઈન મુજબ કામગીરી હાથ ધરી પાંચ સભ્યોએ વેકસીનના ડોઝ લીધા હોવાની હાલ બહાર આવેલી પ્રાથમિક વિગતો, તંત્રની હજી સત્તાવાર જાહેરાત નહિદિવાળી વેકેશન અને લગ્નસરાની મોસમ વચ્ચે ટ્રાવેલ હિસ્ટ્રીના કારણે ભરૂચ જિલ્લાના વાલિયા ટાઉનના એક જ પરિવારના 5 સભ્યો કોરોનાની ચપેટમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જોકે આ લોકોએ વેકસીનનો ડોઝ લીધો હોય અને હાલ કોવિડ-19 ના સામાન્ય લક્ષણો જોવા મળતા હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.કોરોનાની બીજી લહેર સમાપ્ત થવા સાથે ત્રીજી લહેર નહિ આવતા વેકસીનેશનની ડ્રાઇવ વચ્ચે લોકોમાં લાપરવાહી જોવા મળી હતી. તમામ બંધનોમાં છૂટછાટ વચ્ચે હવે તો કોરોના જતો રહ્યો છે અને અમે તો રસી મુકાવી દીધી છે, ના વહેમ સાથે લોકો વધુ બેપરવાહ બની ગયા હતા.દિવાળી વેકેશન અને ત્યારબાદ હાલ ચાલી રહેલી લગ્નસરાની મોસમમાં લોકો પરિવાર સાથે વિવિધ સ્થળે ઘાડે ધાડામાં ઉમટવાના શરૂ થઈ ગયા હતા. જેમાં સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝર સહિતની ગાઈડલાઈનનું પાલન કરવાનું પણ લોકો ભૂલી ગયા હતા.આવા જ કારણોને લઈ ભરૂચ જિલ્લામાં ફરી કોરોનાએ દસ્તક દીધી છે અને સાગમટે 5 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.વાલિયાના આદિત્ય નગર સોસાયટીમાં રહેતું પરિવાર દિવાળી વેકેશનમાં જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવી માતાના દર્શને ગયું હતું. જ્યાંથી પરત ફરતા તેઓમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળ્યા હતા.પરિવારના પાંચેય સભ્યોએ ખાનગી લેબોરેટરીમાં તઓનો કોવિડ-19 રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવ્યો હતો. જેઓ હાલ ઘરમાં જ હોમ આઇસોલેટ કરાયા છે. સાથે જ જિલ્લા આરોગ્ય તંત્રે સરકારી ગાઈડલાઈન મુજબ તમામ 5 લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ અંગે તપાસ હાથ ધરી છે. જે બાદ સતાવાર જાહેરાત કરવામાં આવે તેમ છે. જોકે જિલ્લાનું આરોગ્ય ખાતું આ લોકોમાં સામાન્ય કોરોનાના લક્ષણો હોવાથી તેઓએ કોરોના વેકસીનનો ડોઝ લીધો હોવાનું અને કોવિડ-19 ગાઈડલાઈન મુજબ તંત્ર આગળની કામગીરી કરી રહ્યું હોવાનું જણાવી રહ્યાં છે.તહેવારો અને લગ્નોમાં બેફિકર બનેલા લોકો હવે સાગમટે 5 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા ગંભીર બની માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની SOP નું પાલન કરે તે જરૂરી બન્યું છે.

error: