Satya Tv News

વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ભરૂચ નગર પાલિકા,જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી તારીખ 30 નવેમ્બર 2021 ના રોજ 30 જેટલા સેન્ટરો ઉપર વેકશીનના બીજા ડોઝનું અયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ લાભ લીધો હતો.

ભરૂચ નગરપાલિકા હદ વિસ્તારમાં 30 સેન્ટરો પર યોજાયેલ મેગા વેકશીનેશન કેમ્પમાં વેકશીનનો ડોઝ લેનાર પ્રત્યેક વ્યક્તિને 1 લીટર ખાદ્યતેલ તંત્ર તરફથી ફ્રી માં આપવામાં આવ્યું હતું, મેગા વેકશીનેશન કેમ્પમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, નગરપાલિકા ચીફ ઓફીસર સંજય સોની,નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ સહિત તંત્રના અધિકારીઓ વિવિધ સેન્ટરો ઉપર ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લામાં અત્યારસુધી 15 હજારથી વધુ લોકોએ વેકશીનનો બીજો ડોઝ લીધો નથી, ત્યારે તંત્ર દ્વારા હવે તાલુકા મથકે અને શહેરી વિસ્તારોમાં વધુમાં વધુ લોકો વેકશીનનો ડોઝ મુકાવી લે માટે મેગા વેકશીનેશન કેમ્પનું આયોજન સતત કરવામાં આવી રહ્યું છે, તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ લોકો વેકશીનનો બીજો ડોઝ ઝડપથી પૂર્ણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: