કરજણ તાલુકા સેવા સદનમાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે ડી પરમાર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઇ જતા લાંચિયા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ પોર શિનોર બેઠકની પેટા ચૂંટણીમાં વાહન ભાડે આપનારનું નાણાં બીલ પાસ કરવા બાબતે વારંવાર વાહન માલિકે માંગ કરતા વાહન માલિક ચેતન ગોવિંદભાઈ રબારીએ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરીમાં જાણ કરતા મંગળવારના રોજ વાહન માલિકના હાથે પાંચ હજારની લાંચ સ્વીકારતા કરજણના નાયબ મામલતદાર જે ડી.પરમાર રંગેહાથ ઝડપાઇ ગયા હતા. વાહન માલિકે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે મારા વાહનના નાણાં બીલ બાબતે નાયબ મામલતદાર જે ડી પરમારે તારા ઘરે પોલીસ મોકલીશ એવી ધમકી આપી હોવાની પણ ફરિયાદીએ આક્ષેપ કર્યા હતા
વિડીયો જર્નાસ્લીટ નિમેષ ચૌહાણ સત્યા ટીવી કરજણ