Satya Tv News

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દહેજના સાઈડ પ્રેસિડેન્ટ શૈલેષ નિગમના હસ્તે અંગારેશ્વર પ્રાથમિક શાળાના પ્રાર્થના હોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે-સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખી તેમજ સિનિયર સિટીઝનો તેમજ ગામના બાળકો માટે બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ નર્મદા કિનારે સ્મશાન વિસ્તારમાં પંચવટી બનાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું શાળાની બાળાઓએ ઉપસ્થિત રહેલ સાઈડ પ્રેસિડેન્ટ એચ.આર હેડ હરેશ ચતુર્વેદી,અનીશ દેસાઈ , હેમરાજ પટેલ તેમજ પર્યાવરણ વિભાગના અધિકારી પ્રજાપતિ તેમજ સરપંચ, ઉપસરપંચનું સ્વાગત કરવામાં આવ્યું હતું ગ્રામજનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત, સરપંચ દિપીકાબેન માછી તેમજ ઉપ સરપંચ મહેશ પરમાર દ્વારા પોતાના પ્રવચનમાં કંપનીએ કરેલા વિવિધ કાર્યો માટે ગ્રામજનોને માહિતી આપી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: