Satya Tv News

હાલમાં સમગ્ર રાજ્યમાં તથા જિલ્લા ભર માં ગામ પાંચયત ની ચુંટણી નો જંગ જામ્યો છે ત્યારે આજરોજ આમોદ તાલુકાના આછોદ ગામ પંચાયત માટે આજે આછોદ યુથ વિંગ પેનલના સભ્યો એ પોતાની ઉમેદવારી નોંધાવી જે દરમિયાન સભ્યો તથા સરપંચ નો ઉત્સાહ વધારવા માટે આછોદ ગામ માંથી મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવવા ઉમટી પડ્યા હતા અને જીતના ઉત્સાહ અને ઉમંગ સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી

આછોદ ગામ પંચાયત ના 12 સભ્યો તથા સરપંચ સહિત નો તમામ બેઠકો ના ઉમેદવારો એ યુથ વિંગ પેનલ એ પોતાની ઉમેદવારી નોંધાવી હતી જે દરમિયાન આમોદ તાલુકા પંચાયત મા મોટી સંખ્યામાં આછોદ ગામના લોકો હાજર રહ્યા હતા તથા મીડિયા સંબોધન માં પેનલના મુખ્ય ઉમેદવાર જકવાન જાલ એ જણાવ્યું હતું કે ગામલોકો ની દુઆઓ સાથે છે અને હવે ગામ મા યુવા ચેહરા જોવા માંગે છે અને જો અમારી પંચાયત બનશે તો ગામની તમામ સમસ્યાઓ દૂર કરીશુ તેવો હુંકાર કર્યો હતો

વીડોયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે ઇરફાન પટેલ સત્યા ટીવી આમોદ

error: