Satya Tv News

ભરૂચ જિલ્લા અને આસપાસની જનતા જો આપ હવે નર્મદા મૈયા પરથી પસાર થાવ છો. તો આપની તમામ ગતિવિધિ હવે થશે કેમેરામાં કેદ, નર્મદા મૈયા બ્રિજ આપઘાતના બનાવો, અકસ્માતો, અને અસામાજિક તત્વો સહીત કાયદા ભંગના બનાવો અટકાવવા હવે તંત્રએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. જે તંત્રને અનેક ક્ષેત્રે ઉપયોગી બની રહેશે.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નવનિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રિજને આખરે CCTV કેમેરાની નજરથી કેદ કરવામાં આવ્યો છે. હવે તમામ અસામાજિક પ્રવૃતિઓ ઉપર વોચ સાથે અકસ્માતો, આપઘાત અને કાયદા ભંગના બનાવો ઉપર CCTV ની નિગરાણીથી અંકુશ આણી શકાશે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજના પર્યાય રૂપે સમાંતર ₹400 કરોડના ખર્ચે બનેલો નર્મદા મૈયા ફોરલેન બ્રિજ રથયાત્રાથી કાર્યરત થતા જ હજારો વાહનચાલકોને રાહત થઈ ગઈ હતી. જોકે બ્રિજ અસ્તિત્વમાં આવ્યા બાદ જ આપઘાતના બનાવો, અસામાજિક પ્રવૃત્તિઓ, સેલ્ફી માટે બ્રિજને અવરોધતા વાહનો અને અકસ્માતોનું પ્રમાણ વધ્યું હતું.જેના પર અંકુશ મેળવવા હવે CCTV કેમરા મહત્વની ભૂમિકા ભજવશે તે વાતને નકારી શકાય તેમ નથી.

આ તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખવા સાથે કાયદો તેમજ વ્યવસ્થા જાળવવા નર્મદા મૈયા બ્રિજને CCTV કેમેરાથી સજ્જ કરી દેવાયો છે. જેને લઈ પોલીસ તંત્ર તમામ ગતિવિધિઓ ઉપર તીસરી નજર રાખવા સાથે ગેરકાયદે પસાર થતા ભારે વાહનો, ઓવરસ્પીડ કે અન્ય અસામાજિક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવી શકશે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડનબ્રિજને સમાંતર નિર્માણ પામેલો ફોરલેન નર્મદા મૈયા બ્રિજ રથયાત્રાથી ભરૂચ-અંકલેશ્વર વચ્ચે યાતાયાતની રફતાર પકડવા સાથે અકસ્માતો, આપઘાતના બનાવો બનવાના પણ શરૂ થઈ ગયા હતા. નાના વાહનો માટે આ સેતુ વડોદરા-સુરત વચ્ચે સમયની બચત અને ઝડપી મુસાફરીનો પર્યાય બનતા ટોલટેક્સ બચાવવા ખાનગી વાહનો પણ અહીંથી પસાર થવાના શરૂ થઈ ગયા હતા.

જિલ્લા પોલીસ તંત્રે બ્રિજના બન્ને છેડે પોલીસ પોઈન્ટો ઊભા કર્યા હતા અને પોલીસ પેટ્રોલિંગ પણ કરતી હતી. જોકે બ્રિજ પરથી દિવસ દરમિયાન પસાર થતા હજારો વાહનો વચ્ચે કાયદો-વ્યવસ્થા અને જાનમાલની સુરક્ષા જાળવવી પણ ખૂબ અગત્યનું બન્યું હતું. નવા બ્રિજના નિર્માણ બાદ આત્મહત્યાનું વધેલું પ્રમાણ, અકસ્માતો, સેલ્ફી કે લટાર મારવા વાહનો લઈ બ્રિજ ઉપર ઉમટી પડતા લોકોને કારણે ટ્રાફિકને અડચણ અને અકસ્માતોની દહેશત પણ વર્તાઈ રહી હતી. આ તમામ સમસ્યાના નિરાકરણ માટે બ્રિજના બન્ને છેડે ક્લોઝ સર્કિટ કેમેરા લગાવી દેવામાં આવ્યા છે. જેથી હવે 24 કલાક બ્રિજ ઉપરથી પસાર થતા હજારો વાહનો અને અન્ય ગતિવિધિઓ CCTV માં કેદ થવા સાથે તેના કંટ્રોલરૂમમાં બેસેલા સુરક્ષા કર્મીઓના મોનિટરિંગમાં રહેશે.

વિડીયો જર્નાલિસ્ટ હરેશ પુરોહિત સાથે સત્યા ટીવી ભરૂચ

error: