Satya Tv News

દેશમાં વધતાઓમિક્રોનને કેસ વચ્ચે સુરત નગરપાલિકા એલર્ટ થઇ ગયું છે. સુરત પાલિકા વેકશિનને લઈ કડક અમલીકરણના મૂડમાં છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન વધે તે માટે સ્કૂલોના વિદ્યાર્થીઓ પાસે તેમના વાલીઓનું રસીનું સર્ટિફિકેટ માગવામાં આવશે.

કોરોનાના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોને ભારતમાં પગ પેસારો કરી દીધો છે. ઓમિક્રોનનો ટ્રાન્સમિશન રેટ ભારતમાં બીજી લહેર માટે જવાબદાર ડેલ્ટા વેરિએન્ટ કરતાં 3 ગણો વધારે છે. મતલબ કે આ વાયરલ 3 ગણી વધુ ઝડપથી લોકોને સંક્રમિત કરી શકે છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન કેસનો આંકડો ભારતમાં 23ને પાર થઈ ગયો છે.

આવામાં રાજ્યમાં એક તરફ સ્કુલો ખોલવામાં આવી છે. તો હાલ લગ્નસરાની સીઝનને કારણે તથા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના ભયની વચ્ચે રસીકરણથી વંચિત બાળકો સંક્રમિત ન થાય તે સુરત મનપાનો મુખ્ય હેતુ છે. એટલું જ નહીં, શાળામાં આવતાં બાળકોના ઘરમાં તેમના માતા- પિતા પણ વેકિસનેટેડ હોય તે જરૂરી છે. પરિણામે હવે મનપા દ્વારા તમામ શાળા આચાર્યોને સુચના આપવામાં આવી છે. અને શાળામાં અભ્યાસ કરતાં બાળકો પાસે તેમના માતા- પિતાના વેકિસનેશન અંગેના સર્ટિફીકેટ મંગાવવામાં આવશે.

મનપા કમિશનરે જણાવ્યું હતુ કે હવે કોઈપણ શાળામાં એકપણ કેસ પોઝીટીવ આવશે તો 14 દિવસ શાળા સીલ કરવામાં આવશે. એટલું જ નહીં કોલેજોના આચાર્યોને પણ કોલેજમાં આવતા દરેક વિદ્યાર્થીના વેકિસન સર્ટીફીકેટની ચકાસણી કરવા અને બીજા ડોઝથી વંચિત વિદ્યાર્થીઓને કોલેજમાં પ્રવેશ ન આપવાની તાકીદ કરવામાં આવી છે.

મનપા દ્વારા વેકિસનેશન ઝુંબેશ પર ખુબ જ ભાર આપવામાં આવીરહ્યો છે. હાલ પણ 5.88 લાખ લોકોએ નિયત સમય બાદ પણ બીજો ડોઝ નથી લીઘો. આગામી દિવસોમાં મનપા દ્વારા આક્રમક રીતે વેકિસનેશન ઝુંબેશ હાથ ધરવામાં આવશે.ટેકસ ટાઈલ્સ માર્કેટોમાં પણ વેક્સિનેશન સર્ટીફીકેટની ચકાસણી બાદ જ શહેર બહારથી આવનાર લોકોને પ્રવેશ આપવાની અપીલ કરવામાં આવી છે.

સાથે જ દિવાળી બાદ મોટાભાગના ડાયમં વર્કરો હજુ પરત નથી આવ્યા તેથી કારખાના માલિકો સાથે સંકલન કરીને જે વર્કરોએ બીજો ડોઝ લીધો નથી તેમને નોકરી પર પરત ન લેવા માટે સંકલન કરવામાં આવી રહ્યું છે. ડાયમંડ અસોસિશન અને ટેકસટાઈલ એસોસિએશનની સાથે વિવિધ અન્ય એસો. સાથે સંકલન કરી મોટી ઝુંબેશ વેકિસનેશન માટે હાથ ધરવામાં આવશે.

error: