Satya Tv News

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઇ માતરિયા તળાવ ખાતે VHP અને બજરંગદળ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માતરિયા તળાવ ખાતે હેલિકોપટર દુર્ઘટનામાં શહીદ થયેલા CDS જનરલ બિપિન રાવત તેમના ધર્મપત્ની સહિત 11 વીર જવાનોને પુષ્પો અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવામા આવી હતી. ત્યારબાદ ભરૂચના માતરિયા તળાવ ખાતે મુસ્લિમ સમુદાયની મહિલાઓ દ્વારા ધાર્મિકક્રિયા નમાજ કરતા વાયરલ થયેલા વીડિયોને લઇ VHP અને બજરંગદળ સહિતના હિન્દૂ સંગઠનોએ માતરિયા તળાવ ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમો બાદ શોર્ય સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જોગિંગ ટ્રેક પથ સંચાલન કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી દુષ્યંતસિંહ સોલંકી દ્વારા તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે જાહેર સ્થાનો પર ધાર્મિકક્રિયાઓ ચલાવી લેવામાં નહીં આવે વહીવટી તંત્ર આ મુદ્દે કડક પગલાં લે તેવી માંગ છે અને આવી પ્રક્રિયાઓ બંધ કરવામાં આવે..

વિડીયો જર્નાસ્લીટ હરેશ પુરોહિત સત્યા ટીવી ભરૂચ

error: