Satya Tv News

તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો

છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકો હાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા

નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાયા

ઉદ્યોગીક નગરી કહેવતા ભરૂચ જિલ્લામાં વિદેશથી 1257 લોકો 41 દિવસમાં આવ્યા છે. જોકે તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો છે. પરંતુ નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાયા છે.

ભરૂચ ઉદ્યોગનગરી તરીકે ઓળખાય છે જ્યાં દેશ – વિદેશના અલગ – અલગ પ્રાંતથી લોકો આવીને વસ્યા છે. ભરૂચ જિલ્લામાં આવેલી દેશની સૌથી મોટી અને ઝડપી વિકસિત ઔદ્યોગિક વસાહતોમાં મળતી નેશનલ કંપનીઓમાં વિદેશી અધિકારીઓ અને ટેક્નિકલ એક્સપર્ટ સમયાંતરે વિઝીટ કરતા હોય છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મોટી સંખ્યામાં NRI લોકો વસે છે જે સમયાંતરે વતનની મુલાકાત લેતા હોય છે.

ભરૂચ જિલ્લામાંથી ખાસ કરી દક્ષિણ આફ્રિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, સાઉદી, રશિયા અને અમેરિકામાં વધુ લોકો વેપાર, ધંધા, રોજગાર અને અભ્યાસ માટે આવાગમન કરતા હોય છે તેમાં પણ સાઉથ આફ્રિકા ઠરીઠામ થયેલા લોકોનો વર્ગ વિશેષ છે. કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટની આફતને લઈ જિલ્લાનું પ્રશાસન પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. નવા વેરિયન્ટ બાદ વિદેશથી જિલ્લામાં આવેલા 1257 લોકોને લઇ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.

કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટને લઈ ફરી ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્યારે ભરૂચ જિલ્લામાં વિદેશથી આવેલા 1257 લોકોને લઈ તંત્ર એલર્ટ બન્યું છે. એરપોર્ટ ઉપર જ અન્ય દેશોમાંથી આવતા લોકોનું સ્ક્રેનિગ અને કોરોના રિપોર્ટ કાઢવામાં આવે છે. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને એરપોર્ટ બહાર પ્રવેશ જવાનો માર્ગ અપાઈ રહ્યો છે.

કોરોનાના નવા એમિક્રોન વેરિયન્ટને લઈ સરકારી ગાઈડલાઈન મુજબ ભરૂચ જિલ્લા તંત્ર પણ તકેદારીના તમામ પગલાં લઈ રહ્યું છે. ખાસ કરી જિલ્લામાં વિદેશથી આવેલા લોકોના સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન અપાઈ રહ્યું છે. નવા વેરિએન્ટની દસ્તક બાદ જિલ્લામાં અત્યાર સુધી છેલ્લા 41 દિવસમાં વિદેશથી 1257 લોકો આવ્યા છે. જે તમામના એરપોર્ટ ઉપર ટેસ્ટિંગ બાદ 8 દિવસ પૂર્ણ થતા રિપોર્ટ કરાતાં નેગેટિવ આવ્યો છે. હાલ વિદેશથી આવેલા તમામ લોકોને હોમ આઇસોલેટ કરી જિલ્લાનું આરોગ્ય ખાતું તકેદારી અને સલામતીના તમામ પગલાં લઈ રહ્યું છે.

ઓમિક્રોનની આફત વચ્ચે છેલ્લા એક સપ્તાહમાં જ 141 લોકોહાઈરીસ્ક કન્ટ્રીમાંથી આવ્યા છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાંથી વિદેશ ગયેલા લોકોને લઈ પરિવારજનો ચિંતિત થઈ ગયા છે. હાલમાં જ વિદેશ ગયેલા જિલ્લાના લોકોના પરિવારજનો પણ નવા વેરિયન્ટ ને લઈ તેમના સ્વજન માટે ચિંતામાં મુકાઈ ગયા છે.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: