Satya Tv News

સુરતની સચિન GIDC વિસ્તારની ઘટના
કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત
સચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કર
ગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા
6 મજૂરોના મોત અને 20 થી વધુ મજૂરોને અસર
તમામને નવી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા

સુરત શહેરની સચિન GIDCમાં વહેલી સવારે ટેન્કર લીક થતા ઝેરી કેમિકલ હવામાં ફેલાતા છ મજૂરોના મોત થયા છે. જ્યારે સાત શ્રમિકો વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. 28થી વધુ મજૂરો સારવાર હેઠળ છે. કેમિકલ ટેન્કરની પાઈપમાંથી લીક થયું હોવાનું પ્રાથમિક ધોરણે સામે આવ્યું છે. હાલ તમામ અસરગ્રસ્તોની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે, આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ કામે લાગી ગયુ હતું.

સુરતના સચિન GIDC વિસ્તારમાં ઝેરી કેમિકલ જાહેરમાં ઠાલવતી વખતે ગેસ ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સચિન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં ટેન્કર કેમિકલ ભરીને ઠાલવવા આવતાં હોવાનું સામે આવ્યું છે. ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ ચાલતું હોવાનું સામે આવ્યું છે. રોજનાં હજારો ટેન્કર આવતાં હોવાથી પોલીસની પણ ક્ષમતા એટલી ન હોવાનું ખુદ પોલીસ કમિશનરે સ્વીકાર્યું છે. તો મામતદારે પણ વિસ્તાર ખૂબ મોટો હોવાનું કહીને હાથ ઊંચા કર્યા છે. રાજકીય અને તંત્રની ઉદાસીનતા તથા યોગ્ય નીતિ ન હોવાને કારણે નિર્દોષ શ્રમિકોનો બલિ ચડ્યો હોવા નું સામે આવ્યું છે.

નવસારી સાંસદ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે આ ટેન્કર જેણે મોકલ્યું હતું એ કંપનીના માલિકને પકડીને તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. જોકે આ પ્રકારની કોઈ ઘટના ન બને એ માટે પણ આગળના સમયમાં યોગ્ય કામગીરી કરવામાં આવે એ જરૂરી છે.

જર્નાસ્લીટ અક્ષય વાઢેર સત્યા ટીવી સુરત

error: