Satya Tv News

નર્મદાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીનેતથા નાણાં ઉર્જા અને મંત્રી કનુભાઈ દેસાઈનેપત્ર લખી લેખિત રજુઆત કરી

નર્મદા જિલ્લામા વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અને ભાજપાના કાર્યકરોના સહયોગથી ક્રમશ:વિકાસના કામો હાથ ધરાઈ રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પણ કોઈ નાના મોટા વિકાસના કામોની જરૂરિયાત હોય એવા પ્રશ્નોની લોકોની રજૂઆત ધ્યાને આવતા ભારતીય જનતા પાર્ટી નર્મદાના જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશભાઈ મોદીનેતથા નાણાં ઉર્જા અને મંત્રી કનુભાઈ દેસાઈનેપત્ર લખી લેખિત રજુઆત કરી છે જેમાંનાંદોદ તાલુકામાં
TDO ની ખુટતી જગ્યા ભરવા,
ડેડીયાપાડાના ગામોમાં નવા ટી.સી. મુકવા બાબતે તથા ડેડીયાપાડા તાલુકા પંચાયતનાનવા મકાનની મંજુરીબાબતે લેખિત રજૂઆત કરી છે

આ અંગે જિલ્લા પ્રમુખઘનશ્યામભાઈ પટેલે
વાહન વ્યવહાર, નાગરીક ઉડયન. મંત્રી પુર્ણેશભાઈ મોદીને લેખિત રજુઆત કરતા
જણાવ્યું છે કે નર્મદા જિલ્લામાં આવેલ નાંદોદ તાલુકામાંઘણાં સમયથી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે , જેથી વિકાસના કામો પર
તેની અસર ન થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીની ખુટતી જગ્યાભરી નિમણૂંક આપવા રજુઆત કરી હતી

એ ઉપરાંત બીજો પત્ર
ડેડીયાપાડા તાલુકા પંચાયત ના મકાનની મંજુરી આપવાબાબતે લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે
નર્મદા જિલ્લામાં આવેલ ડેડીયાપાડાની તાલુકા પંચાયત કચેરીનું મકાન ઘણા વખતથી જર્જરિત હાલતમાં છે , જેથી નવા મકાનની મંજુરી આપવાજિલ્લા પ્રમુખે પુર્ણેશભાઈ મોદીને પત્ર લખી રજુઆત કરી છે

એ ઉપરાંત ત્રીજો પત્ર નાણાં ઉર્જા અને પેટ્રિકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈને નવા ટી.સી. મૂકવા બાબતે પણ લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે
નર્મદાના સામોટ ગ્રામ પંચાયત, તાલુકોડેડીયાપાડા, નર્મદામા સમાવેશ ગામો જેવાકે (૧) માલ ગામે સીડીયાઆંબા ફળિયા (૨) માલ
ગામે મેડીયા ફળિયા (૩) શીશા અને (૪) ડાબકા ગામે ઉપલા ફળિયામાં નવી ટી.સી. મૂકવાની ખાસ જરૂર છે. લોકોને પડતી મુશ્કેલી ની રજુઆત અને લોક માંગને ધ્યાને રાખી નવા ટીસી મુકવા મંત્રીને લેખિત ધ્યાન દોર્યું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ દિપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: