Satya Tv News

હાંસોટ નજીક આવેલ પ્લાઈવુડ બનાવતી કંપનીમાં આગ

કંપનીમાં આગ લગતા 50 લાખનું નુકસાન

કંપનીમાં આગ લગતા જાન હાનિ થવા પામી નથી


હાંસોટ નજીક આવેલ પ્લાઈવુડ બનાવતી કંપની માં લાગેલી આગ અંદાજીત 50 લાખ નું નુકસાન કોઈ જાન હાનિ થવા પામી નથી
હાંસોટ નજીક આવેલા અલવા ગામ પાસે આવેલ પ્લાઈવુડ બનાવટી ક્રી ફોર કંપની માં અગમ્ય કારણોસર લાગેલી આગ ને કારણે કમ્પની ને અંદાજીત 50 લાખનું નુકસાન થવા પામ્યું છે. ક્રી ફોર કંપની ના એચ. આર.જયમીન પટેલ ના જણાવ્યા અનુસાર કંપની ની બહાર ની જગ્યામાં સંગ્રહ કરવામાં આવેલ ઢગલામાં આગ લાગવાનાં કારણ અંગે કોઈ જાણકારી મળેલ નથી બગાસ ના ત્રણ જેટલાં ઢગલા ઓ સંપૂર્ણ પણે આગની લપેટમાં આવી ગયેલા કંપની ને આશરે અંદાજીત 50 લાખનું નુકસાન થયાનું અનુમાન છે આગ ની જાણ થતાં ફાયર બ્રિગેડ ને જાણ કરી  આગને કાબુમાં લેવા ના પ્રયત્નો કરવામાં આવેલ પરંતુ આ લખાય છે ત્યારે પણ આગ ચાલુ હતી શું કંપની એ કોઈ ફાયર નાં નિયમનું પાલન કરેલ છે? જાણવા મળ્યા મુજબ સમગ્ર બગાસ ના ઢગલા ની સુરક્ષા માટે કોઈ સુરક્ષા અધિકારી ઘટના સ્થળે માલુમ પડેલ નહીં. સુરક્ષા ઓફીસ જર્જરિત માલૂમ પડેલ હતી. સમગ્ર બનાવ માં કોઈ જાનહાનિ થયેલ નથી. કમ્પની માં આશરે ત્રણસો સાંઠ જેટલા કર્મચારીઓ કાર્યરત છે. જાણવા મળેલ મુજબ કંપની ના કોઇપણ કામદારો ને સુરક્ષા ના સાધનો આપવામાં આવતાં નથી કંપની ની અંદર કોઈ દુર્ઘટના ઘટે તો કામદારો ની સુરક્ષા નું શું? સમગ્ર ઘટના અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવેલ નથી
બગાસ ના ઢગલા ની બાજુમાં લાકડાનો મોટો જથ્થો પણ સંગ્રહિત કરેલ માલૂમ પડ્યો હતો જો બગાસ ની આગ કાબુ માં ના આવત તો આ આગ લાકડાના જથ્થામાં પણ પ્રસરી જવા પામી હોત 

વિડિઓ જર્નાલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે સત્યા ટીવી હાંસોટ

Created with Snap
error: