Satya Tv News

ઝઘડીયાના અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો

પેરોલ ફ્લો સ્કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપીને ઝડપ્યો

આરોપીને ઝડપીને ઝઘડીયા પોલીસને સોંપ્યો

ઝઘડીયાના અપહરણના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝઘડીયાની વાલિયા ચોકડી ખાતેથી ઝડપાયો.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે વાલિયા ચોકડી પરથી અેક નાસતો ફરતો આરોપી ઝડપાયો હતો. મળતી વિગતો મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્કોડની ટીમ ઝઘડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઝઘડીયા પોલીસમાં નંધાયેલ અપહરણના ગુનામાં આ નાસતા ફરતા આરોપી અજયસિંહ બધિયાસિંહ સંગડિયા મુળ રહે.કોલાપઠાર, જિ.રાયસેન, મધ્યપ્રદેશનાને ઝઘડીયાની વાલિયા ચોકડી પરથી ઝડપી લીધો હતો. આ આરોપી ઝઘડીયા તાલુકાની એક સગીર બાળાનું અપહરણ કરવાના ગુનામાં ઝઘડીયા પોલીસમાં નંધાયેલ ફરિયાદ અંતર્ગત પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. પોલીસે આ ઇસમની ચુંગાલમાંથી ભોગ બનનાર સગીરાને છોડાવી હતી. પેરોલ ફ્લો સ્કોડની ટીમે આ ઝડપાયેલ આરોપીને આગળની કાર્યવાહી માટે ઝઘડીયા પોલીસને સોંપ્યો હતો. ઝઘડીયા પોલીસે આ ઝડપાયેલ આરોપી સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા

error: