Satya Tv News

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં પોલીસે પડ્યા દરોડા

દરોડા પાડી રીતનો ૪.60 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો

ગાંજો અને ડ્રગ્સ પીવા માટે ઉપયોગમાં લેવાતી સ્ટીકના 604 બોક્સ કાર્ય કબ્જે

પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કરી કાયદેસરની કાર્યવાહી

સુરતમાં વધી રહેલી ગુનાખોરી અને નશાના કારોબાર ને ડામવા માટે સુરત પોલીસ દ્વારા સતત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ ને પકડી પાડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સુરત પોલીસને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમાં અને બાળકો પણ તમાકુને સિગરેટના હોલસેલ નું વેચાણ કરતા એક દુકાનમાં ગાંજો અને પીવા માટે વપરાતી સ્ટિકોનો મોટો જતો રાખવામાં આવ્યો છે પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને 4.60 લાખનો મુદ્દામાલ કબજે કરી દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે

સુરતમાં છેલ્લા લાંબા સમયથી ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે સુરત પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા સતત પ્રયાસો થઈ રહ્યા છે સાથે સાથે ગુનાખોરી માટે નશાનો કારોબાર પણ સૌથી વધારે જવાબદાર છે ત્યારે કારોબાર સાથે જોડાયેલા લોકોને નેસ્તનાબૂદ કરવા માટે ખાસ અભિયાન સુરત પોલીસે શરૂ કર્યું છે ત્યારે સુરત પોલીસની એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર પોલીસની ટીમને એક અંગત બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમાં આવેલી એક તમાકુ અને સિગારેટના હોલસેલ વેપારી કે જે અડાજણ હનીપાર્ક રોડ પર દુકાન ધરાવે છે આ દુકાનમાં ગાંજો અને ઉપયોગ લેવાથીસ્ટિકોનું વેચાણ મોટા પ્રમાણમાં થાય છે આ બાતમીના આધારે પોલીસે અડાજણ વિસ્તારમાં આવેલ હનીપાર્ક રોડ પર ભૂમિ કોમ્પલેક્ષમાં આવેલા મંગલ ટ્રેડર્સના નામના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. મંગલ ટ્રેડર્સના ગોડાઉનમાંથી કેપ્ટન ગોગા અને ગોપા ફ્રી પ્લસ ટિપ્સ સ્ટીકનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસને ગાંજા અને ડ્ગ્સ સ્ટીકના 4.60 લાખ રૂપિયાની કિંમતના 604 બોક્સ મળ્યા હતા. પોલીસે ગોડાઉનના માલિક હરિવલ્લભ બ્રિજકિશોર અગ્રવાલ ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વ્યાપારી કેટલા સમયથી આ પ્રકારનો વ્યવહાર કરતો હતો અને આ માલ ક્યાં સપ્લાય કરતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે જેને લઇને નશાનો કારોબાર કરતા લોકો સુધી સુરત પોલીસ પહોંચી શકે તે પ્રકારે આ પ્રયાસો થઈ રહ્યા છે

વિડિઓ જર્નાલિસ્ટ અક્ષય વાઢેર સાથે સત્યા ટીવી સુરત

error: