Satya Tv News

સુરતમાં પહેલીવાર ચાલુ ટ્રાયલે જ પરિવારને 5 લાખ વળતર આપવાનો નિર્ણય લેવાયો છે. ગ્રીષ્મા હત્યા કેસની ટ્રાયલ દરમિયાન જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા આ જાહેરાત કરાઈ છે. જેમાં દોઢ-દોઢ લાખ માતા પિતાને અને 1-1 લાખ ઇજા પામનારા ભાઇ-કાકાને અપાશે. સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસમાં આ મહત્વનો નિર્ણય લેવાયો છે.

આ કેસમાં ટ્રાયલ ચાલુ થાય તે પહેલા જ ગુજરાત પીડિત વળતર યોજના અંતર્ગત મદદ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં બુધવારે જિલ્લા સેવા સત્તામંડળ દ્વારા ગ્રીષ્માના પરિજનોને 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. સુરતમાં પહેલીવાર એવુ બન્યુ છે કે ચાલુ ટ્રાયલમાં વળતર આપવાની જાહેરાત થઈ હોય.

ઉલ્લેખનીય છે કે, સુરતનો ગ્રીષ્મા હત્યા કેસ બહુચર્ચિત કેસ છે. જેમાં પ્રેમી ફેનિલે જાહેરમાં ગ્રીષ્માની ગળુ કાપીને હત્યા કરી હતી. કોર્ટમાં એક સાક્ષીએ જુબાનીમાં કહ્યું, ‘ફેનિલ ગ્રીષ્માને મારી નાંખવાની વાત કરતો હતો. અમને એવુ કે તે મજાક કરે છે. હું એને સમજાવતી કે, ગ્રીષ્મા તારી તરફ જોતી નથી તો જવા દે, કેમ પાછળ પડ્યો છે.’

તો બીજી તરફ, પોતાની તરફેણ માં જુબાની આપવા ફેનિલે જેલમાંથી ક્રિષ્ના નામની સાક્ષીને ફોન કર્યો હતો. તેણે બહેનને ફોન કરવાના નામે જેલતંત્રને વિનંતી કરી હતી. આમ, ફેનિલે જેલ તંત્રને પણ ઉઠા ભણાવ્યા હતા. ફેનિલે 5 રૂપિયા ફી ભરી લેન્ડલાઈન પરથી ફોન કર્યો હતો. ફેનિલે ક્રિષ્નાને ફોન કરીને કહ્યુ હતું કે, તુ મારી ફેવરમાં જુબાની આપજે. ત્યારે આ અંગે સરકારી વકીલે કોર્ટમાં અરજી કરી છે. જેલ રજિસ્ટર મંગાવવા અને ફેનિલ સામે હક્ક દુરુપયોગ કરવા બદલ યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ક્રિષ્ના એ ફેનિલની કોલેજ કાળની માનેલી બહેન છે, જેને જેલમાંથી પોતાની તરફેણમાં જુબાની આપવા ફઓન કર્યો હતો.

error: