જિલ્લાના ટીબીના એમ.ડી.આર દરદીઓને પોષણ યુક્ત આહારની કીટ્સનું વિતરણ કરાયું
નર્મદા જિલ્લામાં કુલ- ૬ ટ્રુનાટ મશીન ઉપલબ્ધ : ડિઝિટલ એક્સરે વાન થકી ટીબીના શંકાસ્પદ દર્દી ઓને હવે ઘર આંગણે જ વિના મૂલ્યે એક્ષરે પાડી, ટીબી નિદાન કરી સારવાર પર મૂકવામાં આવશે
દર વર્ષે ૨૪ મી માર્ચે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા વર્ષ-૨૦૨૫ માં “ટીબી મુક્ત ભારત” ના આહવાનને પરીપૂર્ણ કરવા જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવા, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એ.કે.સુમન, ભરૂચની સેવા યજ્ઞ સમિતીના ટ્રસ્ટ્રી, TIIS સક્ષમ પ્રવાહ પ્રોજેક્ટના ઓફીસર તથા મમતા પ્રોગ્રામ (ટીબી ચેમ્પીયન) ના અધિકારીની ઉપસ્થિતીમાં જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ખાતે “ ટીબીનો અંત લાવવા માટે રોકાણ કરો, જીવન બચાવો” ની થીમ દ્વારા વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવાએ જણાવ્યું હતું કે ક્ષય રોગના નિદાન માટે દરદીના ગળફાની તપાસ વિના મુલ્યે સરકારી દવાખાનાની લેબોરેટરીમાં માઈક્રોસ્કોપ તથા એક્સ-રે ધ્વારા કરવામાં આવી રહી છે નર્મદા જિલ્લા કક્ષાએ (કાટ્રીડીજ બેઈઝ ન્યુક્લીક એસીડ એમ્પ્લીફીકેશન ટેકનોલોજી ) અને એક જ ટ્રુનાટ મશીન હોવાથી દરદીઓના ગળફા તપાસ અર્થે રાજપીપલા મોકલવા પડતા હતાં, જેથી નિદાનમાં વિલંબ થતો હતો. પરંતુ હવે ગરૂડેશ્વર, દેડીયાપાડા તાલુકાની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ ખાતે તેમજ તિલકવાડા અને સાગબારા તાલુકક્ષાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એમ કુલ- ૬ ટ્રુનાટ મશીન ઉપલબ્ધ થવાથી ઓછા ચેપ ધરાવતા દરદીઓ તેમજ ડ્રગ રેઝીસ્ટન્સ દરદીઓનું પણ નિદાન પણ હવે સમયસર અને ઝડપથી થઈ શકશે.
નર્મદા જિલ્લામાં દર વર્ષે લગભગ ૧૫૦૦ જેટલા ટીબીના દરદીઓ શોધાયા છે. જેમાંથી લગભગ ૯૦ ટકા દરદીઓ સાજા થાય છે. જિલ્લામાં હઠીલા ટીબી દરદીના દર વર્ષે ૧૫ થી ૧૭ કેસ નોધાય છે.તો આ પ્રકારની હઠીલા ટીબીને નાથવા માટે યોગ્ય નિદાન અને પુરી સારવાર લઈ ટીબીને નાથવા સહુ સંકલબ્ધ બનીએ
જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટ્રાયબલ વિસ્તારના અતિ દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારમાં ટીબીના દર્દીઓ શોધવા ડિઝિટલ એક્સરે વાન પણ હવે ઉપલબધ્ધ થવાથી હવે ઘર આંગણે જ ટીબીના શંકાસ્પદ દર્દીઓના ડિઝિટલ એક્સરેની સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. જાન્યુઆરી, ૨૦૨૧ થી ડીસેમ્બર, ૨૦૨૧ દરમિયાન કુલ-૧૪૯ જેટલા ટીબીના દરદીઓને શોધી જેની સારવાર પણ સત્વરે શરૂ કરી દીધી હોવાનું ડૉ. વસાવાએ જણાવ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ સેવા યજ્ઞ સમિતીના મેનેજીંગ ટ્રસ્ટી રાકેશભાઇ ભટ્ટના સહયોગથી જિલ્લાના ટીબીના એમ.ડી.આર દરદીઓને પોષણ યુક્ત આહારની કીટ્સનું વિતરણ પણ કરાયું હતું. “વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે” જિલ્લા ક્ષય અધિકારી ડૉ. ઝંખનાબેન વસાવાએ કેવડીયા ખાતેના રેડીયો એફ એમના માધ્યમ દ્વારા ટીબીના લક્ષણો, ટીબી કઇ રીતે દરદીઓને થાય છે તે સહિતની માહિતી પુરી પાડી હતી.
વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા