2022ની ચૂંટણી પેહલાં બીટીપી-આપની યુતિથી રાજ્યમાં નવા સમીકરણો રચાઈ શકે
ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા
પારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસે સહમતી આપી હતી
ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા હેઠળ ડેમ હટાવો આદિવાસી બચાવો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આદિવાસી લોકો તેમના હકો માટે મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો ગાંધીનગર પહોંચ્યા હતા જ્યાં આદિવાસીઓએ સૂત્રોચ્ચારો કરીને બુલંદ અવાજે વિરોધ કર્યા હતા. આદિવાસી લોકોએ સત્તા પક્ષ સામે ગાંધીનગરમાં ભારે વિરોધ કર્યો હતો. ત્યારે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસીના પ્રશ્ન માટે લડતા આવેલા અને આદિવાસી ના મસીહા એવા છોટુભાઈ વસાવા આ કાર્યક્રમની જ ટીકા કરી કોંગ્રેસ ને અડે હાથ લીધી.
કહ્યું બારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસના પી.એમ મનમોહન સિંહ અને મોદી હતા ત્યારે આ લોકોએ સહમતી આપી આજે કોંગ્રેસ રાજકીય મુદ્દો બનાવી વિરોધ કરવા નીકળ્યા છે. એમ કહી છોટુ વસાવા એ કરી આકરી ટીકાએ જણાવ્યું હતું કે આજે જે કોંગ્રેસ દ્વારા ગાંધીનગર માં આદિવાસી પર રાજનીતિ કરવા માટે કોંગ્રેસે કાર્ય કર્યું છે એ માત્ર ચૂંટણી લક્ષી છે જે કોંગ્રેસ પ્રેરિત સત્યાગ્રહ કાર્યક્રમનો છોટુભાઈ વસાવાએ વિરોધ કરે છે. ચૂંટણીમાં મતો મેળવવાનો કોંગ્રેસ નો કારસો છે. કોંગ્રેસ બીજા પ્રોજેક્ટોમા વિરોધ નથી કરતા અને હવે ચૂંટણી આવી એટલે વિરોધ દેખાયો સાથે BTP પોતાની રીતે ચૂંટણી લડશે.
કોઈની સાથે સમર્થન નહીં કરે પરંતુ AAP સાથે વાત ચાલુ છે. કોંગ્રેસ પણ અમને સાથે આવવાની વાત કરે પણ અમારી વર્ષોથી એક જ માગ છે કે અમારા મુદ્દા અમારી માગ જે પાર્ટી સ્વીકારશે તેમની સાથે રહીશું પણ હજુ કસું નક્કી નથી.આદિવાસીઓ માટે ભાજપ દર વર્ષે 15000 કરોડ ખર્ચ કરે છે તો ક્યાં છે આદિવસીઓનો વિકાસ બસ તેમના કોન્ટ્રાક્ટરોને પોસે છે.
બીજી બાજુ ખેડૂત ને સિંચાઈ માટે વીજળી જે પહેલા સરકારે 10 કલાક કરી પછી 8 કલાક કરી હવે 6 કલાક પણ આપી નથી રહ્યા આ સરકાર માત્ર ઉદ્યોગ પતિઓને વીજળી આપે છે ગરીબ ખેડૂતોને આ સરકાર કોઈ રીતે ઉભા થવા માગતા નથી. જો ખેડૂત સધ્ધર થાય તો ઉદ્યોગ પતિઓને મજુર ન મળે માટે આદિવાસીઓ ને આ સરકાર આગર આવવા નહિ દે પરંતુ અમે આદિવાસીઓ માટે લડીસુ.
ભરૂચ જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા ગરમાયુ રાજકારણ
ગુજરાત રાજ્યની આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકારણ ગરમાયુ છે. ભાજપ, કોંગ્રેસ, આપ અને હવે બીટીપી પણ ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિઓમાં તેજ બની ગયું છે. હાલમાં જ પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ આપમાં વધુ આત્મવિશ્વાસ પુરાયો છે ત્યાં ગુજરાતની ચૂંટણીને લઈ આપ અને બીટીપી વચ્ચેની બેઠક નવા ગઠબંધન તેમજ રાજકીય નવા સમીકરણો તરફ ઈશારો કરી રહ્યું છે.
વર્ષ 2022ની આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થાય ગઈ છે. ત્યારે તા.24 માર્ચના આવનારી ચૂંટણીને લઈને આમઆદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા અને આપના નેતા ઇશુદાન ગઢવીએ બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા તેમજ છોટુભાઇ વસાવાનીની મુલાકાત મહેશભાઈના નિવાસ સ્થાને કરી હતી. હવે બીજેપીને ચૂંટણીમાં હંફાવવા માટે આપ, બીટીપી સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા જાગી છે.
બીજેપી ની નીતિઓની હંમેશા વિરોધ કરતા છોટુભાઈ વસાવા પણ અગાઉના દિવસોમાં આપ સાથે ગઠબંધન કરવાના સંકેતો આપ્યા હતા. ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે જ બીટીપી એ એઆઈએમઆઈએમ સાથે હાથ મિલાવ્યા હતા. હવે આપ અને બિટીપીના ગઠબંધનમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં બન્ને પક્ષોને કેટલો ફાયદો થાય છે એ તો સમય જ બતાવશે.
શરતો મંજૂર હશે તો જ આપ સાથે ગઠબંધન થશે
આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટલીયાએ છોટુભાઈ વસાવાની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી સમક્ષ પણ બિટીપીએ આદિવાસીઓના જંગલ, જમીનના હક, સંવિધાન અને અધિકારોની વાત કરી હતી. જેવી રીતે દિલ્હીમાં વીજળી મફત અપાઈ છે તેમ અમારા આદિવાસીઓ અને ગુજરાતમાં અપાશે તો અમે ગઠબંધન કરવા તૈયાર છે. અમે અમારી શરતો અને પ્રસ્તાવ જણાવી દીધો છે. જો તે આપને મંજુર હશે તો બીટીપીનું આપ સાથે ગઠબંધન થઈ શકે છે. વર્ષ 2002 થી અમે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો સાથે ગઠબંધન કરવા તૈયાર છે પણ શરત સંવિધાન, અધિકાર અને આદિવાસીઓના હિતોની છે. – મહેશ વસાવા, બીટીપી રાષ્ટ્રીય અઘ્યક્ષ.